અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર શ્રીમતી પ્રતિભા જૈન, ડે. મેયર જતિન પટેલ, સ્ટે.કમિટી ચેરમેન દેવાંગભાઇ દાણી, ભા.જ.પ. નેતા ગૌરાંગ પ્રજાપતિ, દંડક શ્રીમતી શીતલબેન ડાગા અને ડેપ્યુટી કમિશનર સી.આર ખરસાણ જણાવ્યું હતું કે તા.૧૭-૦૯-૨૦૨૩ નાં રોજ પ્રધાનમંત્રીના જન્મદિને ઉત્તર પશ્ચિમઝોનનાં ગોતા વોર્ડમાં સોલા ગામ તળાવ, અંબાજી માતાજીનાં મંદિરની પાસે, સોલા પ્રાથમિક શાળા રોડ, સોલા ગામ, અમદાવાદ સવારે ૯.૧૫ વાગ્યે મુખ્યમંત્રીનાં વરદ્ હસ્તે વૃક્ષારોપણ કરી શુભારંભ કરવામાં આવશે. જેમાં કુલ ૭૩ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવશે. ઉપરાંત શહેરનાં જુદા જુદા ૧૩ જેટલા સ્થળોએ વડાપ્રધાનના જન્મદિને એક જ દિવસમાં કુલ ૧.૦૧ લાખ વૃક્ષો લગાવવામાં આવશે તેમજ આગામી પંદર દિવસમાં અંદાજે કુલ ૫.૦૦ લાખ વૃક્ષો લગાવવાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે.
અ.મ્યુ.કો. દ્વારા “મિશન ગ્રીન અમદાવાદ ક્લીન અમદાવાદ” અભિયાન અંતર્ગત આજદિન સુધી કુલ ૧૫.૯૯ લાખ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવેલ છે. ઉપરાંત અમદાવાદ મ્યુ, કોર્પોરેશન હેલ્થ વિભાગ દ્વારા આયુષ્યમન ભવઃ કાર્યક્રમ અમલમાં મુકવામાં આવેલ છે. જેના ભાગરૂપે સાતેય ઝોનમાં કુલ ૨૦ જેટલા મેડિકલ કેમ્પનું આયોજન કરેલ છે. મેડિકલ કેમ્પ ખાતે પ્રાથમિક આરોગ્ય સારવાર તેમજ પ્રાથમિક લેબોરેટરી તપાસ અને જુદા જુદા વિભાગના સ્પેશ્યાલીસ્ટ દ્વારા સારવાર કરવામાં આવશે .સદર મેડિકલ કેમ્પ ઉપરાંત દરેક અર્બન હેલ્થ સેન્ટર ખાતે સફાઇ કર્મચારીઓનું હેલ્થ ચેક અપ કરવાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં દરેક લાભાર્થીઓનું બિન ચેપી રોગો માટેની તપાસ, ટી.બીની તપાસ નિદાન તેમજ સારવાર, એનીમિયાની તપાસ, સગર્ભામાતાની તપાસ, બાળકોનું રસીકરણ,ABHA કાર્ડ એનરોલ્મેન્ટ, આયુષ્યમાન કાર્ડ જેવી તમામ સેવાઓ આપવામાં આવશે. તાઃ ૧૭ સપ્ટેમ્બરના હેલ્થ વિભાગ દ્વારા અલગ અલગ ૯ જેટલા હેલ્થ સેન્ટર્સ હોસ્પીટલ ખાતે બલ્ડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ છે. તેમ જ આવનાર ૧૫ દીવસ સુધી હેલ્થ વિભાગ દ્વારા આયુષ્માન કાર્ડનું એનરોલમેન્ટ તથા વિતરણ તમામ હેલ્થ સેન્ટર્સ પર થાય તેનું આયોજન પણ કરવામાં આવેલ છે.