કાંકરીયા લેકફ્રન્ટ ખાતે કાર્યક્રમમાં ગુજરાતની ઓળખ એવી પારંપરીક ભવાઇ શો મારફતે નાગરીકોને કચરાને સૂકા-ભીના મુજબ સેગ્રીગેશન કરવા, સિંગલ યુઝ પ્લાસ્ટીક અને ઘેલીઓનો વપરાશ બંધ કરવા અંગેની રસપ્રદ રીતે સમજ આપવામાં આવશે.આ ઉપરાંત બ્રાન્ડ એમ્બેસેડર મયુરભાઇ વાકાણી પણ ઉપસ્થિત રહશે
અમદાવાદ
સ્વચ્છ ભારત મિશનની 9 મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે “ઇન્ડીયન સ્વચ્છતા લીગ 2.0″, “સ્વચ્છતા પખવાડા”, “સફાઈ મિત્ર સુરક્ષા શિવીર” જેવી વિવિધ થીમ હેઠળ ૧૫ મી સપ્ટેમ્બર ૨૦૨૩ થી ૨ જી ઓક્ટોબર ૨૦૨૩ દરમ્યાન અમદાવાદ શહેરને દેશના સૌથી સ્વચ્છ શહેરની પ્રથમ હરોળમાં લાવવામા ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવનાર વિવિધ જન-જાગૃતિ કાર્યક્રમો, વર્ષ – ૨૦૧૪ માં માન.વડાપ્રધાનશ્રીનાં હસ્તે શરૂ કરવામાં આવેલ સ્વચ્છ ભારત મિશનની ૯મી વર્ષગાંઠનાં ઉજવણીનાં સંદર્ભે આગામી ૧૫ મી સપ્ટેમ્બર થી ૨ જી ઓક્ટોબર ૨૦૨૩ દરમ્યાન અમદાવાદ શહેરનાં ૦૭ ઝોનનાં તમામ ૪૮ વોર્ડમાં વિવિધ વિસ્તારોમાં જન-જાગૃતિ અભિયાનો હાથ ધરવામાં આવેલ છે. ૧૭ મી સપ્ટેમ્બર ૨૦૨૩ નાં રોજ ઇન્ડીયન સ્વચ્છતા લીગ ૨.૦ થીમ હેઠળ ગત વર્ષમાં કરવામાં આવેલ કાર્યક્રમ મુજબ શહેરનાં મુખ્ય પર્યટક સ્થળ એવા કાંકરીયા લેકફ્રન્ટ ખાતે કચરામુક્ત અમદાવાદનાં સંકલ્પ સાથે નાગરીકોને સમજુત કરવા માટેનો વહેલી સવારે ૭ વાગ્યાથી જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવેલો છે. આ માટે અમદાવાદ શહેરની હેરીટેજ અમદાવાદ નામથી ટીમ ઉતારવામાં આવેલ છે અને ટીમ કેપ્ટન માન.મેયરશ્રી પ્રતિભા જૈન છે. શહેરનાં નાગારીકોને ભારત સરકારશ્રીની Mygov વેબસાઇટ પર મોટી સંખ્યામાં રજીસ્ટ્રેશન કરવા માટે નમ્ર અપીલ કરવામાં આવે છે.ઇન્ડીયન સ્વચ્છતા લીગ ૨.૦ નાં કાંકરીયા લેકફ્રન્ટ ખાતેનાં આ કાર્યક્રમમાં ગુજરાતની ઓળખ એવી પારંપરીક ભવાઇ શો મારફતે નાગરીકોને કચરાને સૂકા-ભીના મુજબ સેગ્રીગેશન કરવા, સિંગલ યુઝ પ્લાસ્ટીક અને ઘેલીઓનો વપરાશ બંધ કરવા અંગેની રસપ્રદ રીતે સમજ આપવામાં આવશે.આ ઉપરાંત બ્રાન્ડ એમ્બેસેડર મયુરભાઇ વાકાણી પણ ઉપસ્થિત રહી જેમના દ્વારા નાગરીકોને અમદાવાદ શહેરને સ્વચ્છ બનાવવાનાં પ્રયત્નોમાં સહભાગી થવા અપીલ કરશે તેમજ સ્થાનિક શાળાનાં બાળકોની મદદ વડે કાંકરીયા લેકફ્રન્ટની ફરતે સાયકલ રેલીનું પણ આયોજન કરવામાં આવેલ છે.૨ જી ઓકટોબર ૨૦૨૩ મહાત્મા ગાંધીજીની ૧૫૪ મી પૂણ્યતિથી નિમિત્તે સરકારશ્રીનાં સ્વચ્છતા પખવાડા કાર્યક્રમ અન્વયે ૧૫ મી સપ્ટેમ્બર થી ૨ જી ઓક્ટોબર ૨૦૨૩ દરમ્યાન તારીખવાઇઝ અલગ-અલગ પ્રવૃતિઓ માટે અમદાવાદ શહેરનાં વિવિધ વિસ્તારોમાં વિવિધ જન-જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવેલ છે.સ્વચ્છતા પખવાડા થીમ અંતર્ગતની ૧૫ દિવસની આ ઉજવણીમાં મુખ્યત્વે ચરાને સૂકા અને ભીના મુજબ અલગ-અલગ કરવા અંગે નાગરીકોને સમજુત કરવા માટેની ૩જી ટ્રીગર ઝુંબેશ પ્રથમ ૦૩ દિવસ માટે હાથ ધરવામાં આવશે.જેમાં આજ રોજથી જ ૦૩ દિવસ માટે (૧૫ થી ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૩) દરરોજ સવારે ૮ થી રાત્રિનાં ૧૦ દરમ્યાન મ્યુનિસિપલ કોર્પોરેશનનાં ૨૦૦૦૦ થી વધારે અધિકારીઓ-કર્મચારીઓની ફોજને ઉતારી શહેરભરમાં ઘરે-ઘરે જઇને રહેણાંક એકમોનાં પી.ઓ.આઇ. ઉપર હાજર રહી ડોર ટુ ડોરનાં વાહનોમાં સૂકો-ભીનો કચરો ટુ અલગ-અલગ આપવા ગૃહિણીઓ અને ઘરઘાટી – નોકરને સમજ આપવી અને મંદિરો, મસ્જિદો સહિતનાં વિવિધ ધાર્મીક સ્થાનો કવર કરી મુલાકાતે આવતા નાગરીકોને સૂકો-ભીનો મુજબ અલગ ક૨વા સમજુત કરવા તથા સાંજે શાકભાજી માર્કેટી, ખાણી-પીણી એકમો, મોટા મોલો અને કોમર્શિયલ કોમ્પલેક્ષો તથા હોટલ રેસ્ટોરન્ટોમાં લોકોને સમજુત કરવામાં આવશે.
સોર્સ સેગ્રીગેશન માટેની આ ટ્રીગર ઝુંબેશમાં મ્યુનિસિપલ હોદ્દેદારો, મહાનુભાવો અને સ્થાનિક કાઉન્સીલરશ્રીઓનાં સહયોગ વડે મોડી સાંજે શહેરનાં ૭ ઝોનમાં આવેલ વિવિધ મોટી સોસાયટીઓ / ફલેટોમાં રહેતા મેમ્બરો અને સેક્રેટરી – ચેરમેન સાથે કચરાને સેગ્રીગેશન કરવા અંગેની સમુહ ચર્ચા હાથ ધરી આ અંગેનું નક્ક૨ આયોજન કરવા મિટીંગો યોજવામાં આવશે.
આ ઉપરાંત સફાઈ ઝુંબેશ હેઠળ નીચે મુજબના વિસ્તારો પણ કવર કરવામાં આવશે.તમામ એન્ટ્રી પોઇન્ટોની સામુહિક સફાઇ ઝુંબેશ
• નાગરિકોની વધુ અવરજવર હોય તેવા સ્થળ જેવા કે ટેક્સી સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, પર્યટન સ્થળો, પ્રાણીસંગ્રહાલયો, ઐતિહાસિક સ્મારકો, હેરિટેજ સ્થળો, નદીના રીવરફ્રન્ટ, ઘાટ, ડ્રેનેજ અને નાળા વગેરે તમામ મહત્વના સ્થળનો ઉપર સફાઈ ઝુંબેશ
• લીગાસી વેસ્ટ સાઈટના સ્થળોની સફાઈ, લીચેટ ક્લેક્શન વ્યવસ્થા ગોઠવવી
• વોટરબોડી અને નદીના પાણીને સાફ કરવા આજુબાજુનો કચરો (પ્લાસ્ટિક સહિત) દૂર કરવા માટે સફાઈ / પ્લોગિંગ ડ્રાઈવ હાથ ધરવી.
. ઘરે-ઘરે કાપડની થેલીઓનાં વિતરણ કાર્યક્રમ શાળાઓમાં સ્વચ્છતાનીપ્રવૃતિઓ અને જાગૃતિની પ્રવૃત્તિઓ.
મ્યુનિસિપલ શાળાઓનાં બાળકોની સ્વચ્છતા રેલી બાળકો દ્વારા સ્થળ ઉપર જ કચરાનું વિભાજન કચરાનાં નિકાલની સમગ્ર પ્રક્રિયાથી માહિતગાર કરવા વેસ્ટ ટુ વેલ્થ તેમજ શાળામાં સેનિટેશન કલબની શરૂઆત કરવી .સ્વચ્છતા પખવાડાની ઉજવણીમાં શહેરને સ્વચ્છ રાખવા માટે અવિરતપણે કામ કરતાં ઘન કયરા અને ગટર સફાઈની કામગીરીમાં રોકાયેલા એવા સફાઈ મિત્રો માટે 17 થી 25 ઓક્ટોબર 2023 દરમ્યાન સફાઈ મિત્ર શિવિર હેઠળ શહેરનાં તમામ 48 વોર્ડના UHC અને CHC અર્બન હેલ્થ સેન્ટરો પર કાયમી સફાઈ કામદારો અને મશીન હૉલ મજૂરો અને સુપરવાઇઝરી સ્ટાફનું તથા ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનની કામગીરીમાં રોકાયેલા કોન્ટ્રાક્ટનાં વેસ્ટ કલેક્ટર્સ અને રેગપીકર્સ બહેનોનું મેડીકલ હેલ્થ ચેક અપ હાથ ધરવામાં આવશે. જેમાં પીરાણા ડમ્પ બાયોમાઈનીંગ સાઇટ પરના લેબરોણે પણ આવરી લેવામાં આવેલ છે. આ હેલ્થ ચેકઆપમાં જરૂર જણાયે સફાઈ મિત્રને મ્યુનિસિપલ રેફરલ હોસ્પિટલ ખાતે આગળની સારવાર માટે રીફર કરવા સુધીની કામગીરી કરવામાં આવશે. બીજી ઓક્ટોબર ૨૦૨૩ નાં રોજ મહાત્માં ગાંધીજી જન્મજયંતિ ઉજવણીમાં તમામ રેગપીક્સ અને કોન્ટ્રાક્ટનાં વેસ્ટ કલેકટર્સ – સફાઇ મિત્રોને રીફલેકટર જેકેટ, ગ્લોવ્ઝ, માસ્ક સાથેની સુરક્ષા કીટનું વિતરણ કરવામાં આવશે.
૧૫ સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર ૨૦૨૩ દરમ્યાનની સ્વચ્છતા પખવાડાની આ ઉજવણીમ અમદાવાદ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. સ્વચ્છતા પખવાડાના આ માટેનાં મુખ્ય કાર્યક્રમોની વિગતો નીચે મુજબ છે.