Gj- 18 મહાનગરપાલિકા દ્વારા ત્રણ અંડરપાસ બનાવવામાં આવ્યા છે, ત્યારે ખટાક – ખટાક અંડરબ્રિજ , ડફાક ડફાક અંડર બ્રિજ(ઞ-૪) ટનટનાટન ટન અંડરબ્રિજ – વાવોલ
(ઘ – ૪) ખાતે બનાવેલ , ત્યારે આ ત્રણેયમાં ત્રુટીઓ, ખામીઓ ,કામમાં ગોબાચારી જોવા મળી છે, તેમાં ખટાક -ખટાક અંડરબ્રિજનો અવાજ હજુ બંધ થયો નથી, ત્યારે ગ -૪ નો ડફાક – ડફાક મા અંડરપાસની નીચેથી કોઈ વ્યક્તિએ ફૂટપાથ બનાવી છે, તે એટલો નાનો સ્પેસ છે કે ચાલી જ શકે નહીં ,ત્યારે વાવોલનો અંડરપાસમાં ચાલવાની ફૂટપાથ તો મોટા પણ કોઈ પડી ન જાય તે માટે સેફ્ટી એંગલ પણ લગાવવામાં આવી છે ,ત્યારે વાવોલનો પાણીદાર એવો પાણી લસરી જાય તેવો અંડરપાસ છે ,ત્યારે ડફાક ડફાક અંડર બ્રિજમાં ગ્રીલ તૂટી જતા વાહન ચાલક માટે જીવનું જોખમ રહેલું છે. ખાસ તો થ્રી -વ્હીલર વાહન ચાલકો માટે જોખમી કહી શકાય.
ડફાક ડફાક અંડરબ્રિઝ ની તૂટી ગયેલી ગ્રીલ તથા જે ધારદાર પ્લેટ છે, તે વાહન ચાલકો માટે આફત રૂપ ન બને તે પહેલા આનું કરાવો…..
Gj- 18 ના ત્રણ અંડરબ્રિઝ જોવા જઈએ તો ટોપ ક્લાસ બનાવ્યો હોય તો તે વાવોલનો ટન ટનાટન ટન અંડર બ્રિજ કહેવાય, બાકી ખટાક ખટાક અવાજ, અંડરપાસમાં લારીથી લઈને ચાલીને જનારા માટે ગ -રોડમાં તો એક વ્યક્તિ પોતે સહેલાઈથી ચાલી શકે તેવી જગ્યા જ નથી
ગ -૪ ની તૂટી ગયેલી પ્લેટ આફતને નોતરું આપવા બરાબર