ગુજરાત રાજ્યમાં વર્ષોથી એટલે કે ૨૫ વર્ષથી ભાજપ એકહથ્થું શાસન જે કરી રહ્યું છે, તે ચૂંટાયેલા પ્રતિનિધિના કામો સેવા કાર્યકરોની મહેનતને આભારી છે, ત્યારે ઘણા જેવા એમએલએ છે, કે પગાર ભથ્થા, ક્યારેય લેતા નથી ત્યારે અગાઉ જુનાગઢના એમ.એલ.એ મહેન્દ્રભાઈ મશરૂ, કનુકલ્સરિયા હતા, તેવા જ ખૂબ જ પૈસા પાત્ર હોવા છતાં સેવામાં હર હંમેશા આંગળી ઊંચી હોય તેવા માણસાના ધારાસભ્ય જે એસ. પટેલ છે, જે એસ. પટેલ ધારાસભ્ય બન્યા બાદ સરકારી શાળાઓથી લઈને દર મહિને શહીદ થયેલા સૈનિકોને જેઓ માણસા વિસ્તારમાં રહે છે તેમને રૂપિયા ૨,૦૦૦ પેન્શન તેમના પગારમાંથી આપે છે, ત્યારે એક સૈનિક જીવીત છે,અને કોમામાં હોવાથી તેમના બાળકોને દત્તક લઈને ભણાવવાની તથા એક દીકરી છે, તેને લગ્ન સુધીની જવાબદારી આ ભામાશાએ લીધી છે. ત્યારે આવતીકાલે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને જે બાળકોના માતા-પિતા કોરોનાની મહામારીમાં ગુજરી ગયા હતા તેઓને આવતીકાલે પાંચ હજાર રૂપિયાના ચેકનું વિતરણ ઉપરાંત દર મહિને તે પરિવાર એટલે કે બાળકોને રૂપિયા ૧,૦૦૦ ધારાસભ્ય પોતાના પગારમાંથી આપશે અને જ્યાં સુધી ધારાસભ્ય છે, ત્યાં સુધી બાળકોને પોતાના પગારમાંથી દર મહિને ૧,૦૦૦ ત્યારે આવા ઘણા સભ્યોને કાર્યકરો તથા હોદ્દેદારો છે, તેમાં ગાંધીનગર ખાતે હવે બે ભામાશા બન્યા છે, એક પૂર્વ ડેપ્યુટી મેયર નાજાભાઇ ઘાંઘર તથા માણસાના ધારાસભ્ય જે એસ. પટેલ ત્યારે જીએસ પટેલ પોતાનો પૂરેપૂરો પગાર માંથી એક રૂપિયો પણ લઈ જતા નથી, ત્યારે પૂર્વ ડેપ્યુટી મેયર અને હાલમાં ભાજપના ઓબીસીના ઉપાધ્યક્ષ નાજાભાઇ પણ પોતે ક્યારેય સરકારી વાહન વાપરેલ નહીં અને પગાર ભથ્થું પણ સરકારી શાળાઓમાં ભણતી દીકરીઓને દાન કરી દેતા ત્યારે GJ-૧૮ ખાતે બે ભામાશા હવે મળ્યા