સંમેલનમાં કાર્યકરો સ્વયંભુ આવ્યા, ભાજપે છેવાડાના ગામો સુધી ફરીને વિશ્વાસ જીત્યો ,સફાઈકર્મી ટોપી, ખેસ પહેરે અને ભાજપ તરફી વળે તેમાં ખોટું શું છે – નાજા ધાંધર
Gj- 18 ખાતે ગઈકાલે ઓ.બી.સી
સમાજ દ્વારા સેક્ટર 11 ખાતે વિશાળ સંમેલન એવું આભાર દર્શન કાર્યક્રમ યોજાયો હતો, ત્યારે આભાર દર્શન કાર્યક્રમનો ટેમ્પો જામતા પબ્લિકનો ભાર પણ વધી ગયો હતો ,ત્યારે કોંગ્રેસના નગરસેવક અંકિત બારોટે ઓબીસી સંમેલનના ભીડ બતાવવા મજૂરોને લવાયા હોવાનો ફોટો વાયરલ કરેલ ત્યારે કચરાની ગાડીમાં લાવવામાં આવતા રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો હતો ,ત્યારે વિપક્ષના નેતા દ્વારા સંમેલનમાં પાંખી હાજરી હતી, ઓબીસી ને અનામત આપવાનું કામ થયું છે, તે નામદાર કોર્ટના આદેશથી થયું છે ,ભાજપનો કોઈ રોલ નથી, જસ ખાટવા માટે આયોજન કરીને સંખ્યા બતાવવા સફાઈ કર્મીઓને લાવવામાં આવ્યા છે.
વધુમાં આ પ્રશ્ને ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ અને Gj- 18 ના પુર્વ ડેપ્યુટી મેયર નાજાભાઇ ધાંધર દ્વારા કોંગ્રેસના આક્ષેપોને પાયા વિહોણા ગણાવીને જણાવ્યું હતું કે આભાર દર્શન સંમેલનમાં રાજ્યના ગામડે ગામડા ખૂંદી ને તથા ભાજપ સરકાર છેવાડાના માનવી એવા ઓબીસી સમાજની પણ ચિંતા કરી છે, ત્યારે વર્ષો બાદ 27% અનામતની જાહેરાત થતા અનેક લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો છે ,જેમાં સાફ-સફાઈથી લઈને મજૂરી કરતા માણસોમાં પણ ખુશી છે ,લોકોએ સ્વયંભુ ખેસ ટોપી ,પહેરી હોય એમાં ખોટું શું છે ? કોંગ્રેસ જે કામો પ્રજાના કરવાના છે ,તે કરતી નથી.વાદ,વિવાદ કજિયા કરે તેના કારણે ફેકાઈ ગઈ છે, ત્યારે 44 સીટ જે મનપાની છે, તેમાં 44 માંથી માંડ ૨ સીટ કોંગ્રેસની આવી છે ,તો કામો કર્યા હોય તો કેટલી સીટ આવેત? ત્યારે ભાજપે છેવાડાના માનવીની ચિંતા કરતા 44 માંથી 41 સીટ આવી તે પ્રજાની દેન છે.
બોક્ષ
ભાજપનું સંમેલન પૂર્ણ થયા બાદ વિધાનસભામાં ઓબીસી સમાજનું બિલ પસાર ફક્ત આઠ કલાકમાં થયું, જે સંવેદનશીલ સરકાર અને છેવાડાના માનવીની ચિંતા કરતી સરકાર છે, મહાનગરપાલિકા ,પાલિકા ,જિલ્લા પંચાયત ,તાલુકા પંચાયતમાં હવે 27% અનામત બાદ અને વિધાનસભામાં બિલ પાસ થતા ઓબીસી સમાજમાં ખુશીની લહેર છે – નાજા ધાંધર