અમદાવાદ
વિશ્વના લોકપ્રિય નેતા તેમજ ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનો આવતીકાલે જન્મદિવસ છે. “ભિક્ષા નહિ શિક્ષા “ના ઉમદા અભિગમથી સફળતાપૂર્વક ચાલતી સિગ્નલ સ્કૂલના બાળકો અને દિવ્યાંગ બાળકોને અક્ષર રિવર ક્રુઝની રાઇડ કરાવવામાં આવી અને તેમના જ હસ્તે કેક કાપીને અનોખી રીતે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીજીના જન્મ દિવસની ઉજવણી કરવાની પ્રેરણા ગુજરાત રાજયના મૃદુ અને સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોએ આપી.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની પ્રેરણાથી સિગ્નલ સ્કૂલ અને મ્યુનિ. શાળાઓમાં ભણતા દિવ્યાંગ બાળકોને ખાસ અક્ષર રીવર ક્રુઝની શાનદાર સવારી કરાવવામાં આવી, મિષ્ટાન જમાડવામાં આવ્યા અને તેમના જ હસ્તે કેક કાપી અનોખી રીતે મોદીજીના જન્મદિવસને ઉજવવામાં આવ્યો.
સિગ્નલ અને દિવ્યાંગ બાળકોના માટે આ જીવનનો યાદગાર પ્રસંગ બની રહેશે. બાળકો ક્રુઝમાં સવારી કરી આનંદ અને હર્ષોલ્લાસની લાગણી અનુભવી પ્રધાનમંત્રી શતાયુ અને દિર્ઘાયુ જીવન જીવે તેવી પ્રાથના કરી.આ પ્રસંગે અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન, ડે.મેયર જતિનભાઇ પટેલ, પક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિ, દંડક શિતલબેન, સ્કૂલ બોર્ડના ચેરમેન ડો .સુજય મહેતા, વાઇસ ચેરમેન વિપુલભાઇ સેવક, શાસનાધિકારીશ્રી ડૉ. એલ.ડી.દેસાઇ , મ્યુનિ. સ્કૂલ બોર્ડના સભ્યશ્રીઓની ઉપસ્થિતિ રહ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીને પણ આ સિગ્નલ સ્કૂલના બાળકો અને દિવ્યાંગ બાળકો પ્રત્યે વિશેષ લાગણી છે તે ધ્યાનમાં રાખી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આવા બાળકો માટે અનોખી વ્યવસ્થા કરીને જન્મદિવસને વિશિષ્ઠ રીતે ઉજવવામાં ખાસ સહયોગ અને મદદરૂપ થનાર મ્યુનિ.કમિશનરશ્રી એમ.થેન્નારસનને અ.મ્યુ.કો.ના મેયર સહિતના પદાધિકારીશ્રીઓએ અભિનંદન આપ્યા હતા.