GJ -૧૮ શહેર કાદવ કીચ્ચડમાં ગરકાવ, વાહનો ફસાઈ જવાની ઘટનાઓ, ઘરની બહાર નીકળવું કઈ રીતે? તંત્રની ઘોર બેદરકારી : અંકિત બારોટ

Spread the love

ગાંધીનગર માં થોડા વરસાદ માં જ લોકો ને હેરાન થવાનો વારો આવ્યો છે આડે ધડ ખોદેલા ખાડા માં લોકો ની ગાડીઓ ફસાઈ ગઈ હતી લોકો ઘર ની બહાર પણ નીકળી શકતા નથી વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર ના પેટ નું પાણી હાલતું નથી લોકો ટેક્સ ભરતાં હોવા છતાં પાલિકા અને વહીવટી તંત્ર ની નિષ્ફળતા નો ભોગ બનવું પડે છે
કરોડો રૂપિયા ખર્ચી મંગાવેલ વીટમીક્સ માંગવા માં આવું હતું રોડ રસ્તા ઉપર પાથરવા માટે પરંતુ માત્ર વી આઈ પી લોકો ના ત્યાં પાથરવા માં આવ્યું અને સામાન્ય નાગરિકો ને ત્યાં ખાડા એવા ને એવા છે .


આજ રોજ સેક્ટર ૨૪ માં સોસાયટી માં ખાડા માં લોકો ની ગાડીઓ ફસાઈ ગઈ હતી. લોકો એ મહાનગર પાલિકા અને સ્થાનિક ભાજપ ના કોર્પોરેટો ને રજુઆત કરી પણ કોઈ ગયું નહિ માત્ર વિપક્ષ ના નેતા અંકિત બારોટ સ્થળ ઉપર રૂબરૂ જઈ ગાડીઓ કાઢવા માં અને જેસીબી બોલાવી લેવલ કરવા માટે મદદ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *