ભવ્ય ભારત દેશ ના લોકલાડીલા વિશ્વગુરુ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનાં 73માં જન્મદિન ની ભવ્ય ઉજવણી આજે ડિ.એસ.પી. ગ્રાઉન્ડ સેક્ટર 27 ગાંધીનગર ખાતે વરસાદી વાતાવરણ મો યોગ શિબિર નો પ્રારંભ કારેલ
માન. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી સાહેબનાં 73માં જન્મદિને ગુજરાત યોગ બોર્ડ દ્વારા ગાંધીનગર ખાતે તા. 16.17. સપ્ટે., 2023 ના રોજ ડી. એસ. પી. મેદાન, સેક્ટર – 27, ગાંધીનગર ખાતે બે દિવસીય યોગ શિબિર નું આયોજન કરવામાં આવેલ હતું જેના ભાગ રૂપે
પ્રધાનમંત્રી શ્રીનાં 73 માં જન્મ દિને 73 સ્થાન પર 73000 યોગ સાધકો દ્વારા 73000 સૂર્ય નમસ્કારનું આયોજન કરેલ.
આજરોજ આજની યોગ શિબિરમાં ગાંધીનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર શ્રી પ્રેમલસિહ ગોલ, ડીવાયએસપી શ્રી એસ.કે.શાહ સાહેબ, મ્યુનિસિપલ કોર્પોરેટર શ્રીમતી સોનાલીબેન પટેલ ,સમસ્ત ગાંધીનગર બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી સુનિલભાઈ ત્રિવેદી, સેક્ટર 24 રંગંચના કોડીનેટર શ્રી મનોજભાઈ મેંશન ની હાજરીમાં તેઓના વરદ હસ્તે દીપપ્રાગટ્ય કરી આજ ની શિબિરનું ઉદઘાટન કરવામાં આવેલ.ગાંધીનગર મહાનગરપાલિકા ના યોગ કોચ તથા યોગ કો ઓર્ડીનેટર શ્રીમતી ભાવનાબેન જોષી તથા યોગ કોચ યોગેશ જનસારીએ ઉપસ્થિત મહાનુભાવો નું પુષ્પગુચ્છ થી સ્વાગત કરી ..આજે વરસાદી વાતાવરણ મો વરસતા વરસાદ મો ખુબજ આનંદ અને ઉત્સાહ થી.. બંને જણા એ યોગ કરાવેલ…તાલિ યોગ કરાવી..ઝુંબ્બા ડાન્સ અને યોગ ગરબા ના સંગીતમય તાલ મો આજે લગભગ 500 જેટલા પોલીસ જવાનો ..200 જેટલી પોલીસ બહેનો અને 300 જેટલા યોગરથી ભાઈ બહેનો એ ખુબજ આનંદ ..મસ્તી ભર્યા વાતાવરણ મો લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી ના 73 માં જન્મદિવસ ની ભવ્ય ઉજવણી કરેલ.
આજે કુદરતી રીતે મેહુલિયો પણ મન મૂકી ને વરસી રહ્યો હતો ને .વરસાદી માહોલ મો ભીંજાતા ભીંજાતા. ઉપસ્થિત તમામ નગરજનોએ તેમના સુંદર સ્વાસ્થ્ય ..અને આરોગ્ય મય ..દીર્ઘાયુષય ભગવાન રાખે તે માટે પ્રાર્થના ..મંત્ર ..યોગ કરી શુભેચાઓ આપેલ..તથા રોગ ભગાવે યોગ વિશે સમજૂતી આપી. કાર્યક્રમનું સંચાલન અશોક ત્રિવેદી એ કરેલ. મોટી સંખ્યામાં મહિલાઓ, પુરુષો તથા પોલીસ જવાનોએ યોગ શિબિરમાં ભાગ લઈ માન. મોદી સાહેબના યોગ ભગાવે રોગ નાં સૂત્રને સાર્થક કરી દરરોજ યોગ કરવાના શપથ લીધેલા.