ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી તેના સેવા કાર્યોમાં વધુ એક ઉમદા કાર્ય હાથ ધરવા જઈ રહ્યું છે. સંસ્થા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૩ વર્ષ પૂરા થવા પર તેમના જન્મદિને રાજ્યની ૭૩ સરકારી હોસ્પિટલોમાં રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના સહયોગથી ૭૩ જન ઔષધિ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યાં છે.
Gj૧૮ ખાતે આજરોજ મેયર હિતેશ મકવાણા, ડે. મેયર પ્રેમલસિંહ ગોલ,mla રીટાબેન પટેલ, BJP ઓબીસી પ્રદેશના અને ઋષિવંશી સમાજના પ્રમુખ હેમરાજભાઇ પાડલીયા, જીલુભા ધાંધલ, પૂર્વ નગરસેવક હર્ષાબા ધાંધલ, ગોવિંદ ભાઈ આહીર, અશ્વિનભાઇ દવે , થી લઈને અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા, અને જન્મદિને કેક પણ કાપવામાં આવ્યો હતો.
ગરીબ દર્દીઓમાં જનરિક દવાઓ અંગે જાગૃતી આવે અને તેમને સરળતાથી સસ્તી અને સારી દવાઓ મળી રહે એ હેતુથી ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના સહયોગથી રાજ્યના જુદા જુદા જિલ્લાના ૭૩ સરકારી હોસ્પિટલોમાં જન ઓષધિ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યાં છે, એમ ગુજરાત રેડક્રોસ સોસાયટીના ચેરમેન અજય પટેલ જણાવ્યું હતું.
તેમણે વધુમાં કહ્યું હતું કે રાજ્યના આદિજાતી અને અંતરિયાળ વિસ્તારોમાં રહેતા ગરીબ દર્દીઓને પણ વાજબી ભાવે જેનરિક દવાઓ સરળતાથી મળી રહે તે માટે ઈન્ડિયન રેડોક્રોસ સોસાયટીએ રાજ્ય સરકારના આરોગ્ય વિબાગ સાથે સહયોગ કરીને હાલમાં અમદાવાદ સહિત રાજ્યના જુદા જુદા જિલ્લાની ૭૩ સરકારી હોસ્પિટલોમાં જન ઔષધિ કેન્દ્રો શરૃ કરવાનો નિર્ણય કર્યો હતો. આ કેન્દ્રોનું ૧૭ સપ્ટેમ્બરે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.
રાજકોટમાં પીડીયુ હોસ્પિટલમાં ૧૭ સપ્ટેમ્બરે સવારે ૧૦ વાગે અજય પટેલની ઉપસ્થિતીમાં કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયા જ્યારે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં રાજ્યના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ જન ઔષધિ કેન્દ્રોનું ઉદ્ગાટન કર્યું હતું. હાલમાં શહેરી વિસ્તારોમાં ૩૫, આદિજાતી વિસ્તારોમાં ૨૫ અને અંતરિયાળ વિસ્તારોમાં ૧૩ સહિત ૭૩ કેન્દ્રો રેડક્રોસ સોસાયટી દ્વારા શરૂ કરાયાં છે.
અજય પટેલે વધુમાં જણાવ્યું હતું કે જરૃરિયાત મુજબ આ કેન્દ્રોની સંખ્યામાં ક્રમશઃ વધારો કરાશે. તેમણે કહ્યું કે સરકારે નોટિફાય કરેલી ૨૫૦૦ જેટલી જેનરિક દવાઓ ઉપરાંત કેન્દ્રોમાં જેતે હોસ્પિટલમાં ડૉક્ટર્સ દ્વારા પ્રિસ્ક્રાઈબ કરાતી દવાઓ ઉપલબ્ધ કરાવાનો પણ પ્રયાસ કરાશે જેના માટે સંસ્થા દ્વારા સરકારી હોસ્પિટલ્ના આરએમઓને તેમની જરૃરી દવાઓની યાદી આપવા લેખિતમાં જાણ કરાઈ છે.