મેયર પ્રતિભાબેન જૈનના વરદહસ્તે માધુપુરા આરોગ્ય કેન્દ્ર ખાતેથી શુભારંભ
અમદાવાદ
“આયુષ્યમાન ભવ” અભિયાનના સેવા પખવાડાની ઉજવણીના ભાગરૂપે આજ રોજ તા.૧૭.૯.૨૩ના રોજ ભારતના માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે અ.મ્યુ.કોના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના નાગરિકોના આરોગ્ય સુખાકારી માટે ૭ ઝોનના કુલ ૨૧ સ્થળો ખાતે “આરોગ્ય મેળા” તેમજ ૯ સ્થળે બ્લડ ડોનેશન કેમ્પ આયોજિત કરવામાં આવેલ. મેયર પ્રતિભાબેન જૈનના વરદહસ્તે માધુપુરા આરોગ્ય કેન્દ્ર ખાતેથી શુભારંભ કરવામાં આવેલ જે અંતર્ગત નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ.
આરોગ્ય મેળા
બ્લડ ડોનેશન કેમ્પ
અ.મ્યુ.કોના આરોગ્ય વિભાગ દ્વારા કુલ ૯ સ્થળોએ (શારદાબેન હોસ્પિટલ, એસ.વી.પી હોસ્પિટલ, એલ.જી હોસ્પિટલ, માધુપુરા અર્બન હેલ્થ સેન્ટર, નરોડા સામુહીક આરોગ્ય કેન્દ્ર, વટવા સામુહીક આરોગ્ય કેન્દ્ર, સરખેજ સામુહીક આરોગ્ય કેન્દ્ર,, ચાંદખેડા સામુહીક આરોગ્ય કેન્દ્ર,, વસ્ત્રાલ સામુહીક આરોગ્ય કેન્દ્ર,) બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન કરવામા આવેલ, જે અતર્ગત કુલ ૧૭૯ બલ્ડ યુનીટ એકત્ર કરવામાં આવેલ.
સફાઈ કામદારનું હેલ્થ ચેક અપ
અ.મ્યુ.કોના આરોગ્ય વિભાગ દ્વારા કુલ ૮૨ અર્બન હેલ્થ સેન્ટર ખાતે કુલ ૧૩૪૬ સફાઇ કામદારોના હેલ્થ ચેકઅપ કરવામા આવેલ.
– આયુષ્માન ભારત કાર્ડ અને આભા કાર્ડની વિગત- આજ રોજ અ.મ્યુ.કોના આરોગ્ય વિભાગ દ્વારા કુલ ૮૨ અર્બન હેલ્થ સેન્ટર તેમજ આરોગ્ય મેળા ખાતે અંદાજીત ૬૬૫ આયુષ્માન ભારતકાર્ડ અને અંદાજીત ૮૦૦૦ આભાકાર્ડ ઇસ્યુ કરવામા આવેલ.
સ્વસ્થ ભારતના સંક્લ્પને સિદ્ધ કરવા સદર વિવિધ આરોગ્ય મેળામાં શહેરના માનનીય ધારાસભ્યશ્રીઓ, વિવિધ પદાધિકારીગણ, સ્થાનિકમ્યુ.કાઉન્સિલરશ્રીઓ, અધિકારીગણ વગેરે હાજર રહીને વધુ ને વધુ લાભાર્થીઓને આરોગ્યસેવાઓનો લાભ લેવા પ્રોત્સાહિત કરેલ તેમજ શહેરના નાગરિકજનો મોટી સંખ્યામાં હાજર રહી આરોગ્ય મેળાઓને સફળ બનાવેલ.