આરોપી નરેશ ઉર્ફે નની
અમદાવાદ
અમદાવાદ શહેરમાં બનતા મિલકત સબંધી ગુનાઓ શોધી કાઢવા સારૂ પોલીસ કમિશ્નર જી.એસ. મલિકના હુકમથી અધિક પોલીસ કમિ. સેકટર-૧ ચીરાગ કોરડીયા તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૧, ડો.લવિના સિન્હાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ઝોન-૧ પો.સબ.ઈન્સ. એચ.એચ.જાડેજા તથા એલ.સી.બી. ઝોન-૧ પોલીસ સ્ટાફના માણસો ખાનગી વાહનમા ઝોન-૧ કાર્યક્ષેત્રમા બનેલ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા પેટ્રોલીંગમા હતા દરમ્યાન એલ.સી.બી. ઝોન-૧ સ્ટાફના મ.સ.ઇ. જીવણભાઈ મેઘજીભાઈ તથા અ.હે.કો. મયુરધ્વજસિંહ રાજેન્દ્રસિંહ તથા અ.હે.કો. સરદારસિંહ જેસીંગભાઇ તથા અ.પો.કો. મોહમદરફીક સિકંદરમીયા નાઓને ખાનગીરાહે મળેલ સંયુક્ત બાતમી હકકીત આધારે બર્ગમેન મો.સા. ઉપર એકલ દોકલ જતી સ્ત્રીઓની રેકી કરી ચેન સ્નેચીંગ કરતા ઇસમને પકડી પાડી એલ.સી.બી. ઝોન-૧, પોલીસ સ્ટાફ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીનુ નામ સરનામુ
નરેશ ઉર્ફે નની સ/ઓ વિજયભાઇ ઉર્ફે હરીશભાઇ કિશોરીલાલ ભાવસાર ઉં.વ.૧૯ રહેવાસી- ઠાકોર પટેલવાસની વાસ, બાજુમા, , સરકારી સ્કુલની બાજુમા, ઇસનપુર, અમદાવાદ શહેર
કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ
સોનાના ચેન નંગ-૨ કુલ્લે વજન ૧૪.૭૧ ગ્રામ કિં.રૂ. ૬૭,૩૨૭/- ની મત્તાનો મુદ્દામાલ કબજે કરવામા આવેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઓ
આ કામગીરીમાં નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૧, શ્રી ડો.લવિના સિન્હા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ઝોન-૧, પો.સબ ઇન્સ. શ્રી એચ.એચ.જાડેજા સાહેબ તથા મ.સ.ઇ. જીવણભાઇ મેઘજીભાઇ બ.નં.૭૫૫૦ તથા અ.હે.કો. મયુરધ્વજસિંહ રાજેન્દ્રસિંહ બ.નં.૯૨૫૪ તથા અ.હે.કો. સરદારસિંહ જેશીંગભાઇ બ.નં.૪૩૬૩ તથા અ.હે.કો. અરવિંદભાઇ ડાયાભાઇ બ.નં.૪૯૧૭ તથા અ.પો.કો મોહમદરફીક સિકંદરમીયા બ.નં.૫૫૮ર તથા અ.પો.કોન્સ. માધવકુમાર પોલાભાઇ બ.નં.૮૯૪૦ તથા અ.પો.કો. અમિતસિંહ શિવાભાઇ બ.નં.૪૪૪૧ તથા અ.પો.કો. કમલેશ અમરશીભાઇ બ.નં.૫૪૨૮ નાઓ વિગેરે એલ.સી.બી. ઝોન-૧, પોલીસ સ્ટાફના માણસો રોકાયેલ હતા.