ગુજરાત પ્રદેશ ઉત્તર ઝોન સોશિયલ મીડિયા વોલીયન્ટર્સની અગત્યની મીટીંગ યોજાઈ : આગામી લોકસભાની ચૂંટણીને લઈને સોશિયલ મીડિયા સ્વયંસેવકોને તૈયાર કરવા માટેનું આયોજન અને લગભગ એક લાખ જેટલા સ્વયંસેવકોને કાર્યરત કરવામાં આવ્યા છે : કપિલ મિશ્રા
આઝાદી પછી કોંગ્રેસના શાસનના ૬૦ વર્ષની સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૯ વર્ષના કાર્યકાળને ત્રાજવે તોલીએ તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શાસનનું પલડું ભારે છે : કપિલ મિશ્રા
અમદાવાદ
આજરોજ કર્ણાવતી મહાનગર ખાતે ગુજરાત પ્રદેશ ઉત્તર ઝોન સોશિયલ મીડિયા વોલીયન્ટર્સની અગત્યની મીટીંગ યોજાઈ હતી. દિલ્હી ભાજપના ઉપપ્રમુખ અને મુખ્યવક્તા કપિલ મિશ્રાએ જણાવ્યું કે, લોકસભાની ચૂંટણીને લઈને સ્વયંસેવકોને તૈયાર કરવા માટે દેશમાં સાત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને લગભગ એક લાખ જેટલા સ્વયંસેવકોને કાર્યરત કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી તરીકે ચૂંટાઈને આવવાના છે ત્યારે તેમના કાર્યક્રમોને જનજન સુધી પહોંચાડવા પ્રયત્ન કરી રહ્યા છીએ. ઉપરાંતમાં વધુમાં જણાવ્યું હતું કે દેશની વિરોધમાં જે પ્રમાણે ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે જેમ કે સનાતન કે ધર્મ પર હુમલાની વાત હોય તેને પણ ઉઘાડું પાડવામાં આવશે. કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો રહ્યો નથી. ભારત શબ્દ વિશે કટાક્ષ કરતાં જણાવ્યું કે સંવિધાન વિશે પૂરતું જ્ઞાન નથી અને સંવિધાન બરાબર વાંચ્યું નથી તેવો આક્ષેપ વિરોધીઓ ઉપર કર્યો હતો .
મિશ્રાએ ઉપસ્થિત સૌ વોલીયન્ટર્સને સંબોધતા જણાવ્યું કે,ઈતિહાસ ગવાહ છે કે, હર હમેંશ સનાતનના દુશ્મનોનો સર્વનાશ થયો છે. મુઘલો જેવા કે મોહમ્મદ ઘોરી, ગઝની, બાબર કે અકબર અને ઔરંગઝેબે પણ સનાતનને મીટાવવાના પ્રયત્નો કર્યા હતા પરંતુ, સનાતન આજે અડગ છે. સોમનાથના મંદિર પર ૧૭ વખત હુમલા કરીને લુંટ ચલાવી હતી પરંતુ ભવ્ય સોમનાથ આજે પણ સાક્ષાત છે. સનાતનને મીટાવનારા નામશેષ થઇ ગયા છે. દેશહિત માટે મોબાઈલને હથિયાર બનાવી દેશ વિરોધી માનસિકતા તેમજ દેશ વિરોધી કૃત્યો કરનાર લોકોને ખુલ્લા પાડવાનું કામ સોશિયલ મીડિયા વોલીયન્ટર્સનું છે. હાલમાં થયેલ જી-૨૦ દેશોની વૈશ્વિક સમીટમાં વૈશ્વિક નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કામગીરી બિરદાવીને ૧૧૨ જેટલા નિર્ણયો પારિત કરવામાં આવ્યા અને સૌથી અગત્યનો ભારત-મિડલઇસ્ટ-યુરોપ કોરીડોરની જે ઘોષણા કરવામાં આવી તે દેશના આંતરિક તેમજ વિદેશી વિરોધિયોના મોઢા પર જોરદાર તમાચો મારવાનું કામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થયું છે.કોરોના કાળ પછી વિશ્વે એક નવીન ભારતના દર્શન કર્યા છે. તે બધું જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની દેન છે. આપણા પાડોશી દેશો જેવા કે, પાકિસ્તાન અને શ્રીલંકાની હાલત થઇ છે તેનાથી આપણે બોધ પાઠ લેવો જોઈએ.વિશ્વબેન્કે અવલોકન કરીને નિવેદનમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જે કામ ૬ વર્ષમાં થયું છે તે કામ ૫૦ વર્ષે પણ શક્ય ન હતું. મિશ્રાએ આંતરિક સુરક્ષા પર વક્તવ્ય આપતા જણાવ્યું કે, કોઇપણ લાવારીશ વસ્તુ બોમ્બ ના હોઈ શકે તે માત્રને માત્ર વડાપ્રધાન મોદીના સશક્ત નેતૃત્વના કારણે જ શક્ય બન્યું છે. આ પહેલા બસ તેમજ ટ્રેનમાં મુસાફરી કરવામાં પણ બોમ્બ ફાટવાનું જોખમ સતત રહેતું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિશ્વમાં ભારતનો ડંકો વાગ્યો છે અને દરેક ક્ષેત્રે ભારત ઉત્તમ થી સર્વોત્તમ તરફ આગળ વધી રહ્યું છે. આઝાદી પછી કોંગ્રેસના શાસનના ૬૦ વર્ષની સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૯ વર્ષના કાર્યકાળને ત્રાજવે તોલીએ તો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનનું પલડું ભારે છે.આજની આ સોશિયલ મીડિયા વોલીયન્ટર્સ મીટમાં પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ, મહાનગરના અધ્યક્ષ અને ધારાસભ્ય અમિતભાઈ પી. શાહ, મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, પ્રદેશ સોશિયલ મીડિયાના ઇન્ચાર્જ મનનભાઈ દાણી અને શંખનાદ કાર્યક્રમના પ્રદેશના ઇન્ચાર્જ શશીભાઇએ પ્રસંગોચિત માર્ગદર્શન આપ્યું હતું.