સેવા, ત્યાગ અને સમર્પણ ભાવથી ભારતને વૈશ્વિક ગૌરવ અપાવનાર ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 73 માં જન્મદિવસ નિમિત્તે કમલાપુંજ ચેરીટેબલ ટ્રસ્ટ, લાયન્સ કલબ ઓફ ગાંધીનગર અને ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત ઉપક્રમે સર્વ રોગ નિદાન કેમ્પ અને રક્તદાન કેમ્પનું આયોજન વાવોલ ખાતે કરવામાં આવ્યું. આ અવસરે મેયરશ્રી હિતેશભાઈ મકવાણા ઉપસ્થિત રહી રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો તેમજ આયોજકશ્રીઓને સેવા કાર્ય બદલ બિરદાવ્યા હતા.
આ વેળાએ ડે.મેયરશ્રી પ્રેમલસિંહ ગોલ, પક્ષના નેતાશ્રી પારુલબેન ઠાકોર, શહેર મહામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, હોદ્દેદારશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.