પશુમાલિકો દ્વારા પશુ પકડવાની કામગીરીમાં અવરોધ ઉભા કરતા ત્રણ અજણયા છોકરાઓ વચ્ચે આવેલા બુમાબુમ કરતા વટવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ
અમદાવાદ
મંજુર થયેલ પોલીસી અન્વયે રખડતા પશુ પકડવાની તથા પોલીસીની અમલવારી માટે એકશનપ્લાન બનાવી લાંબાગાળા તથા ટૂંકાગાળાના વિવિધ પગલાઓ સાત ઝોનમાં એસ્ટેટ, હેલ્થ, સો.વે.મે, ઇજનેર, સીએનસીડી,યુસીડી, ટેક્ષ જેવા તમામ વિભાગો તથા શહેર પોલીસ કમિશનર દ્વારા ફાળવેલ ઝોન પોલીસ સ્ટાફની ટીમો બનાવી એન્ફોર્સમેન્ટ સહિતની સંયુકત કામગીરીઓ કરવા ઝોનના ડે.મ્યુનિ.કમિશનર આસી.મ્યુનિ.કમિશનરના સુપરવિઝન હેઠળ ઓફિસ ઓર્ડર નં-૭૭/૧ તા.૨૯૦૮|૨૦૨૩થી હુકમો પ્રસિધ્ધ કરી. સદર પોલીસીની તા.૦૧ ૦૯|૨૦૨૩થી અસરકારક અમલવારીની વ્યવસ્થા ગોઠવી સંયુક્ત કામગીરીઓ શરૂ કરાયેલ છે. શહેરમાં પશુમાલિકો તેમના પશુઓ પોતાની જગામાં રાખે, ખુલ્લા ન છોડે, ન્યુસન્સ, ગંદકી ન થાય તેમજ નાગરિકો તથા ટ્રાફિક અવર-જવરમાં અડચણ ઉભી ન કરે, પશુ રાખવાની જગા ન હોત તેવા પશુઓને શહેર બહાર અન્યત્ર શીફટ કરવા, પશુ રાખવા લાયસન્સ પરમીટ મેળવી લેવા, પશુઓની નોંધણી કરાવી RFID ચીપ અને ટેગ લગાડવા, પોલીસ કમિશનરશ્રીના જાહેરનામાંનો ભંગ નહિ કરવા રખડતા પશુ પકડવાની મ્યુનિ કોર્પો શહેર પોલીસની કાયદેસરની કામગીરીમાં અવરોધ ઉભો નહિ કરવા તકેદારી રાખવા પશુમાલિકો / પશુપાલકોને તાકિદ કરવામાં આવેલ છે.
શહેરમાં પશુત્રાસ અટકાવ અને નિયંત્રણ પોલીસી-૨૦૨૩ના અમલવારી અન્વયે શહેરનાં ૭ ઝોનના વિવિધ વિસ્તારો રામાપીર નો ટેકરો, નારોડા, વટવા, સીટીએમ, ચાંદખેડા, ચમનપુરા, મરીમણપુરા, સરખેજ, ઠક્કરનગર, મહાલક્ષ્મી ચાર રસ્તા, નિકોલ-નરોડા રોડ, કંગના સોસાયટી, સુર્યાનગર કેનાલ રોડ, વિરાટનગર, અચેરડેપો, રાયપુરચકલા, ખાડીયા, બોપલ, લાંભા મંદિર, જવાહરચોક સાબરમતી, કુબેરનગર, આસોપાલવ સોસાયટી, અમરાઇવાડી, કઠવાડા, વાસણા પોલીસ સ્ટેશન, અસારવા, શીલજ રોડ, ભુત ની આંબલી, ગોતા, આંબલી બીઆરટીએસ રોડ તથા બીએસએનએલ ઓફિસ આ વિસ્તારમાંથી રખડતાં મૂકવામાં આવેલ ૧૧૩ પશુઓ પકડવામાં આવેલ છે. અને 13379 kg ઘાસચારો જપ્ત કરવામાં આવ્યો છે.
આજરોજ શહેરનાં વટવા વિસ્તારમાં ભરવાડ વાસ, બચુભાઇ કુવા વિઝોંલ ક્રોસીંગ રોડ, જાનીયાપીરના ટેકરા પાસે રોડ ઉપર જગ્યાએ પશુ પકડવાની કામગીરી અન્વયે પશુ પકડતી વખતે પશુમાલિકો દ્વારા પશુ પકડવાની કામગીરીમાં અવરોધ ઉભા કરવા, ત્રણ અજણયા છોકરાઓ વચ્ચે આવેલા બુમાબુમ કરી અને ગાયો ભગાડવા લાગેલ અને કેટલીક ગાય ભાગવા લાગેલ ગાયો ભરવાની ના પાડેલ અને એક છોકરો સ્ટાફને લાકડી મારવા ગયેલ તો જમણો હાથ વચ્ચે નાંખેલ તો હાથ પર લાકડી વાગેલ અને લાકડી કપાળમાં ડાબી બાજુ મારેક અને પશુપાલકો કહેવા લાગ્યા કે જો તમે ગાયો ભરી જશો તો તમને અહીયાથી જવા નહી દઇએ તથા જપાજપી કરવા લાગેલ અને ઝગડો કરેલ જેથી બાબતે સીએનસીડી ખાતા દ્વારા વટવા પોલીસ સ્ટેશનમાં સુરેશભાઇ મુળજીભાઇ ભરવાડ તથા બીજા બે માણસનુ નામ જણવા મળેલ નથી. આથી તેમની વિરુધ્ધ પોલીસ ફરીયાદ દાખલ કરી ગુનો દાખલ કરાવેલ છે.