પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર
અમદાવાદ મંડળ સિનિયર પી.આર.ઓ જીતેન્દ્ર જયંત
અમદાવાદ
પશ્વિમ રેલવે દ્વારા ગત મોડી રાત્રે મુંબઈ થી અમદાવાદ વચ્ચેનો ટ્રેન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. હવે ભરૂચ થી અંકલેશ્વર વચ્ચે બ્રીજ નંબર-502 પર અપલાઈન પર જોખમી સ્તરથી પાણી નીચે ઉતરી જવાના કારણે આ ટ્રેક પરથી રેલ વ્યવહાર શરૂ કરવામાં આવ્યો છે. જેથી અમદાવાદ-મુંબઈ તરફ જતી ટ્રેનોને ધીમે-ધીમે સાવધાનીપૂર્વક ચાલૂ કરવામાં આવી રહી છે.જોકે રેલવે વિભાગ દ્વારા કેટલીક ટ્રેનોને રદ્દ કરવામાં આવી છે. નર્મદા નદીમાં આવેલા ઘોડાપૂર વચ્ચે ભરૂચ-અંકલેશ્વરને જોડાતા જૂના નેશનલ હાઇવે નંબર-8 પરથી પાણી ફરી વળ્યું છે.નર્મદા ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે અંકલેશ્વર તાલુકાના ઘણા ગામો પાણીમાં ડૂબી ગયાં છે. આજે સવારે નર્મદા નદી 40 ફૂટ કરતા વધારે સપાટીએ વહી રહી છે. અંકલેશ્વર-હાંસોટ, દીવા રોડ પર આવેલી ઘણી સોસાયટીમાં પહેલા માળ સુધી નર્મદાનું પાણી ફરી વળ્યું છે. જેથી લોકોનાપં જનજીવન ખોરવાયું છે. ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે નર્મદા ડેમમાંથી છોડાયેલા19 લાખ ક્યૂસેક પાણીએ ભરૂચ અને નર્મદા જિલ્લામાં તારાજી સર્જી છે.ભરૂચમાં નર્મદા નદીના જળ સ્તરમાં સતત વધારો નોંધાતા હાલમાં ગોલ્ડન બ્રિજ પાસે નદીની સપાટી તેની ભયજનક સપાટી વટાવીને 16 ઉપર એટલે 40 ફૂટે પહોંચી છે. જેને લઈને પાણી રેલવેએ ગત રાત્રે રેલવેના સિલ્વર બ્રિજ પરથી પસાર થતી તમામ ટ્રેનોના વ્યવહારને બંધ કરી ટ્રેનોને સ્ટેશનો પર ઊભી રાખી દેવામાં આવી છે. જેના કારણે અનેક લોકો પ્લેટફોર્મ પર રહેવા મજબૂર બન્યા હતા. હાલ મોટા ભાગની ટ્રેનોને અમદાવાદ રેલવે સ્ટેશન પર ઊભી રાખી દેવામાં આવી છે. લગભગ બધી જ ટ્રેનો લગભગ 10 કલાક મોડી ચાલી રહી છે.
રદ્દ કરાયેલી ટ્રેનોનું લિસ્ટ
22953 (મુંબઈ-અમદાવાદ) રદ્દ
20901 (મુંબઈ-ગાંધીનગર વંદે ભારત) રદ્દ
20902 (ગાંધીનગર-મુંબઈ વંદે ભારત) રદ્દ
12009 (મુંબઈ – અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ I) રદ્દ
12010 (અમદાવાદ-મુંબઈ) રદ્દ
19015 (દાદર -પોરબંદર ) રદ્દ
12934 (અમદાવાદ-મુંબઈ) રદ્દ
12932 (અમદાવાદ-મુંબઈ) રદ્દ
82902 (અમદાવાદ-મુંબઈ તેજસ એક્સપ્રેસ) રદ્દ
22954 (અમદાવાદ-મુંબઈ) રદ્દ
12933 (મુંબઈ-અમદાવાદ) રદ્દ
12931 (મુંબઈ-અમદાવાદ) રદ્દ
82901 (મુંબઈ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ) રદ્દ
12471 (બાંદ્રા ટર્મિનસ-શ્રી મારા વૈષ્ણોદેવી કટરા સ્વરાજ એક્સપ્રેસ) રદ્દ
12925 (બાંદ્રા ટી-અમૃતસર) રદ્દ
09172 (ભરૂચ-સુરત) રદ્દ
12928 (એકતાનગર-દાદર એક્સપ્રેસ) રદ્દ
ડાયવર્ટ કરાયેલી ટ્રેન
12939 (પુણે – જયપુર) આ ટ્રેનને ભેસ્તાન-જલગાંવ-ભુસાવલ-ઈટરાસી-ભોપાલ-સંત હિરદારમનગર-નાગદા થઈને ડાયવર્ટ કરવામાં આવી છે.