અમદાવાદ
અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર જી એસ મલીક તથા અધિક પોલીસ કમિશ્નર સેકટર-૦૧ ચિરાગ કોરડીયાની સુચનાથી તથા નાયબ પોલીસ કમીશ્નર ઝોન-૭ તરુણ દુગ્ગલની સુચના તથા માર્ગદર્શન હેઠળ “ઝોન – ૭”કાર્યક્ષેત્ર પોલીસ સ્ટેશનમાં બનેલ મિલ્કત સંબંધી ગુનાઓ શોધી કાઢવા તથા નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા આપેલ માર્ગદર્શન તથા સુચના આધાર ઝોન-૦૭ લોકલ ક્રાઈમ બ્રાન્ચના આસી.પોલીસ સબ ઇન્સ એમ.એલ.રામાણી તથા અન્ય સ્ટાફના માણસો સાથે ઝોન-૦૭ કાર્યક્ષેત્ર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન સાથેના પો.કો.સિધ્ધરાજસિંહ રતનસિહ તથા પો.કો.જીતેંદ્રસિહ દશરથસિંહ તથા પો.કો.લકધીરસિહ રતુભા નાઓને મળેલ સંયુકત ખાનગી બાતમી આધારે વોચ ગોઠવી સેટેલાઇટ વિસ્તારમાંથી આરોપી નામે મહેન્દ્રસિંહ ઉર્ફે મુન્નો સ/ઓ હરીસિંહ જાતે-જેઠવા ઉ.વ.૪૩ રહેવાસી મ.નં-૩૨૧૮, રાજશેરી સાણંદ તા-સાણંદ જીલ્લો અમદાવાદ નાને પકડી સદરી ઇસમ વિરુધ્ધ સી.આર.પી.સી ૪૧(૧)(આઈ) મુજબ આજ રોજ તા-૧૮/૦૯/૨૦૨૩ ના કલાક ૧૮/૪૫ વાગ્યે અટક કરી રોકડ રુપિયાની ચોરીના ગુનાના કામે નાસતા ફરતા આરોપીને પકડી પાડી સારી કામગીરી કરેલ છે.
વોન્ટેડ ગુનાની વિગત-
(૧) અડાલજ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં- ૧૧૨૧૬૦૦૧૨૩૦૩૦૫/૨૦૨૩ ધી ઇ.પી.કો.ક્લમ-૩૭૯,૧૧૪
પકડાયેલ આરોપીની ગુનાની એમ.ઓ
આ કામે પકડાયેલ આરોપી તેમજ અગાઉ પકડાયેલ ઇસમ તથા અન્ય એક ઇસમ પોતાના કબ્જાની ઓટો રીક્ષામાં પેસેન્જર બેસાડી બાદમાં ખોટી વાર્તાઓ કરી રીક્ષામાં બેસેલ પેસેન્જરની નજર ચુકવી રોકડ રૂપિયા એક લાખ ની ચોરી કરેલ છે.