સૌરાષ્ટ્ર સહિત ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પણ ગઈકાલ થી બારે મેઘખાંગા થયા છે. અને ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે, આ ભારે વરસાદના પગલે રાજયમાં ખાસ કરીને ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં એસટી બસોનું સંચાલન પ્રભાવિત થયું છે.આ અંગેની એસ.ટી.નિગમનાં સૂત્રોે માંથી, પ્રાપ્ત થતી વિગતો મુજબ ભારે વરસાદનાં પગલે આજરોજ સવારથી વડોદરા-ગોધરા હિંમતનગર પાલનપુર, અને ભરૂચનાં રૂટોની ટ્રીપો રદ કરવી પડી હતી.
આમ આજે ભારે વરસાદનાં પગલે એસ.ટી.ના 15 હજાર કી.મી.રદ થયા હતાં.જયારે ગઈકાલે પણ ઉપરોકત રૂટોમાં 9 હજાર કી.મી.રદ કરવા પડયા હતાં. એસ.ટી.નિગમના સતાવાળાઓનાં જણાવ્યા મુજબ જયાં પાણી વધુ ભરાયા હોય તેવા સ્થળોએથી બસો નહી અને નજીકનાં ડેપો ખાતે રોકાણ કરી લેવા માટે દરેક ડ્રાઈવરોને સુચના પણ અપાઈ છે.