Gj- 18 શહેરમાં બે દિવસથી વરસાદ પડતા તંત્રને તો લોકોએ માથે લીધું છે, પણ નગરસેવકોની પણ પુંગી બજી ગઈ છે ,જેસીબી પણ ખુટી પડ્યા છે, જેસીબીના ચાલકો મળતા નથી, ત્યારે સેક્ટરોમાં મોટા ખાડાઓ ,ભુવાઓ પડતા વાહનો ,ફોરવીલર ચલાવવા ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે ,લોકો ત્રાડ નાખી રહ્યા છે ,ત્યારે દરેક સેક્ટરોમાં કોઈના ઘરે વાહલ લઈને જવું હોય તો ૧ કિલોમીટર દૂર વાહન મૂકીને જવું પડે્, સેક્ટરની અંદર વાહન જાય એવી સ્થિતિ નથી, ત્યારે અન્ય સેકટરમાં રોડ, રસ્તા પર બાંકડા માંડીને રસ્તો બંધ કરી દીધેલ છે તેનું કારણ કાદવ કિચડમાં વાહન ફસાઈ ન જાય તે માટે રહીશો ,વાહન ચાલકો હેરાન ન થાય તે માટે આવી સ્થિતિ સર્જાય છે.
સેક્ટરોની હાલત કફોડી થઈ ગઈ છે, ખોદકામ ક્યારે બંધ થશે? પુરાણ સુવ્યવસ્થિત ન થતા રહીશો તોબા પોકારી ગયા ,ત્યારે નગરસેવકોને રોજના 50 કોલ્સ આવે છે ,હવે તો ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધેલ છે, જેસીબી થી લઈને ટ્રેક્ટર મળતા નથી, મળી જાય તો ડ્રાઇવર મળતા નથી, ત્યારે નગરસેવકોને લેવા દેવા વગરની ગાળો લોકો બોલી રહ્યા છે ,ત્યારે તંત્રના પાપે સૌ હેરાન જેવો ઘાટ સર્જાયો છે.
Box
દરેક સેક્ટરોની કફોડી હાલત, સ્થિતિ સ્ફોટક નગરસેવકોને રોજના 50 ફોન આવે છે ,કેટલાને જવાબ આપવા, જેસીબી, ટ્રેક્ટર ન મળતા નગરસેવકો પણ કરેશું? જેસીબી ટ્રેક્ટર મળે તો ડ્રાઇવર નથી મળતા હાલ જેસીબી્, ટ્રેક્ટર માં તેજી જેવો ઘાટ સર્જાયો છે.