કેનેડાના ભારતના હાઇકમિશ્નરને 5 દિવસમાં દેશ છોડવાનું કહી દેવામાં આવ્યું

Spread the love

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર હત્યાકાંડમાં ભારતનો હાથ હોવાનો કેનેડા સરકારે આરોપ મુકીને ભારતના રાજદ્વારીને કેનેડા છોડી દેવાનો આદેશ આપ્યો છે.ભારત સરકારે કેનેડાના આરોપોને ફગાવી દીધા છે.

કેનેડાએ કરેલી કાર્યવાહી સામે ભારતે પણ જવાબ આપ્યો છે અને કેનેડાના ભારતના હાઇકમિશ્નરને 5 દિવસમાં દેશ છોડવાનું કહી દેવામાં આવ્યું છે.

જૂન 2023માં કેનેડાના સર્રે શહેરમાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

હરદીપ સિંહને ભારતની સુરક્ષા એજન્સીઓએ ભાગેડુ અને આતંકવાદી જાહેર કરેલો હતો. ઉપરાંત ભારતીય તપાસ એજન્સી તરફથી હરદીપ નિજ્જર સામે 10 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું.

કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટુડોએ તેમની સંસદમાં હરદીપ સિંહ નિજ્જરની હત્યામાંભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો. ટુડોએ કહ્યુ કે કેનેડાની ધરતી પર કેનેડાની નાગરિકની હત્યામાં કોઇ પણ અન્ય દેશ કે વિદેશ સરકારની સંડોવણી કેનેડા સહન કરશે નહીં. આ અમારી સંપભુતાનું ઉલ્લંઘન છે જે પુરી રીતે અસ્વીકાર્ય છે.

કેનેડાના આરોપ પછી ત્યાંના વિદેશ મંત્રી મેલાની જોલીએ જાહેરાત કરી હતી કે કેનેડામાં ભારતના એક રાજદ્વારીને કાઢી મુકવામાં આવ્યા છે.

આજે અમે ભારતના એક અગ્રણી રાજદ્વારીને કાર્યવાહી તરીકે હાંકી કાઢી રહ્યા છીએ, પરંતુ અમે અહીંથી અટકશું નહીં. જો આ બધું સાચું સાબિત થશે, તો તે આપણી સાર્વભૌમત્વ અને એકબીજા સાથે વ્યવહાર કરવાના મૂળભૂત નિયમોનું મોટું ઉલ્લંઘન હશે.

જોલીએ કહ્યું કે અમે કેનેડાના નાગરિકો અને કેનેડાના ભારત સરકારના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ પણ ઉઠાવ્યો છે. અને અમે ભારત સરકારને આ મામલાના કેનેડાને સહકાર આપવા વિનંતી કરી છે.

જો કે કેનેડાએ નિજજરની હત્યામા ભારતનો હાથ હોવાના કોઇ પુરાવા રજૂ કર્યા નથી. કેનેડાએ ભારતના જે રાજદ્વારીને કાઢી મુક્યા છે તેમનું નામ પવન કુમાર રાય છે. તેઓ કેનેડામાં ભારતની વિદેશી ગુપ્તચર સંસ્થા રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW)ના વડા તરીકે સેવા આપી રહ્યા હતા.

ભારત સરકારે કેનેડાના આરોપોને ફગાવીને કહ્યું છ કે ખાલિસ્તાની મુદ્દાને ભટકાવવા માટે કેનેડા સરકાર આવું કરી રહી છે.

કેનેડાની રાજનીતિમાં શીખ વોટ બેંક ખૂબ જ મહત્વપૂર્ણ છે. ટ્રુડોની લિબરલ પાર્ટી ઉપરાંત કન્ઝર્વેટિવ પાર્ટી અને ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીમાં મોટા શીખ નેતાઓ છે. ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી જગમીત સિંહની છે.

રિપોર્ટ અનુસાર કેનેડામાં ભારતીય મૂળના 24 લાખ લોકો છે. તેમાંથી લગભગ 7 લાખ માત્ર શીખ છે. કેનેડામાં શીખોની વસ્તી ગ્રેટર ટોરોન્ટો, વાનકુવર, એડમોન્ટન, બ્રિટિશ કોલંબિયા અને કેલગરીમાં છે. ચૂંટણી દરમિયાન તેઓ હંમેશા મોટી વોટ બેંક તરીકે જોવામાં આવે છે. ત્યાંના મેનિફેસ્ટોમાં પણ શીખ સમુદાય વિશે ઘણી વાતો કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com