એસીબી દ્વારા લાંચિયા અધિકારીઓ સામે સતત કામગીરી કરવામાં આવી રહી છે. તેમ છતાં કેટલાક સુધરવાનું નામ નથી લઈ રહ્યા. પંચમહાલ જિલ્લામાં એક તલાટી કમ મંત્રી ગોધરા ACBના છટકામાં ઝડપાયો હતો.
કાલોલ તાલુકાના કણેટિયા ગ્રામ પંચાયત તલાટી 3500ની લાંચ લેતા ઝડપાયો હતો. વિઠ્ઠલભાઈ ઘનશ્યામભાઈ સોલંકી,તલાટી કમ મંત્રી, વર્ગ-૩ACBના છટકામાં સપડાયો હતો.
તેમણે બે મકાનોના બાંધકામ પુર્ણ થતાં મકાનોની આકારણી કરી રજીસ્ટરે નોંધનાં કામે 7 હજારની લાંચ માંગી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી એસીબીનો સંપર્ક કર્યો હતો. કાલોલ મલાવ ચોકડીએ ચા-નાસ્તાની દુકાને લાંચની રકમ લઈ ફરીયાદીને બોલાવ્યો હતો, જ્યાં ACB એ છટકું ગોઠવી તલાટી કમ મંત્રીને ઝડપી પાડ્યો હતો.
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનો જુનિયર ઇજનેર ગત સપ્તાહે એસીબીના અધિકારીઓ દ્વારા રંગે હાથે ઝડપાઈ ગયો હતો. આ વ્યક્તિને તાજેતરમાં SMC ના વરાછા ઝોન દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી, જેમાં તેને ગેરકાયદે રીતે બાંધવામાં આવેલા રૂમ તોડી પાડવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓ વરાછા ઝોન કચેરીએ પહોંચ્યા અને જુનિયર ઈજનેર કેયુરભાઈ પટેલને મળ્યા અને રૂમો તોડી ન પાડવા વિનંતી કરી. પટેલે ત્યારબાદ રૂ. 50,000 ની લાંચની માંગણી કરી હતી અને સોદાબાજી કર્યા બાદ ઇજનેર રૂ. 35,000 માં સમાધાન કરવા તૈયાર થયો હતો. બાદમાં આ વ્યક્તિએ સુરત ACB ઓફિસનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ એસીબીએ છટકું ગોઠવીને પટેલ અને તેના પટાવાળા નિમેશ કુમાર ગાંધીને પકડી પાડ્યા હતા. એસીબીના ઇન્સ્પેક્ટર આઈ કે ચૌહાણે જણાવ્યું હતું કે, “જુનિયર એન્જિનિયરે બે રૂમ ન તોડી પાડવા માટે પૈસા લીધા હતા. અમે પટેલ અને તેના પટાવાળાને વરાછા ઓફિસમાંથી રંગે હાથે પકડી લીધા હતા.