રાજકોટ શહેરમાં અકસ્માતમાં બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. એવામાં સોશિયલ મીડિયા પર ટ્રાફિક ડીસીપી પૂજા યાદવએ મહત્વનું નિવેદન આપ્યું છે.
અકસ્માત નિવારવા આક્રમક વલણ અપનાવવામાં આવ્યું છે અને આ નિયમોનો આજથી જ અમલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
માતા-પિતા હવે પોતાના બાળકને 50 CCથી વધુના બાઈક કે સ્કૂટર આપશે તો જેલની હવા ખાવી પડશે. આ કાયદાનું કડક પાલન થાય તે માટે શાળા અને કોલેજ પાસે પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે. જો કોઈ આ નિયમનો ભંગ કરશે તો વાલીને 25000 રૂપિયાનો દંડ તેમજ છ માસ કેદની સજા પણ થઈ શકે છે.
મહત્વનું છે કે, 16 વર્ષથી નીચેની વ્યક્તિ 50 સીસીથી નીચેની કેટેગરીનું વાહન ચલાવી શકે છે અને તેના માટે લાયસન્સની પણ જરૂરિયાત રહેતી નથી. પરંતુ 50 ccથી વધુ કેટેગરી વાહન એટલે કે બાઈક કે સ્કૂટર ચલાવીને નીકળતા સગીરો લર્નિંગ લાયસન્સ હોવા છતાં એકલા વાહન ચલાવી શકતા નથી આમાં પુખ્ત વયની વ્યક્તિને પાછળ બેસાડવી અને તેની પાસે લાયસન્સ હોવું પણ ફરજિયાત હોય છે.