જ્યાં 5 મિત્રો ડૂબી ગયાં તે દશેલા ગામનાં ખાયણા તળાવમાં ગટરના દૂષિત પાણી છોડાતાં લોકો ત્રાહિમામ

Spread the love

ગાંધીનગરના દશેલા ગામમાં પાંચ મિત્રોનો જીવ લેનાર ખાયણા તળાવમાં પંચાયત દ્વારા ગામનાં ગટરના દૂષિત પાણી સતત છોડવામાં આવતું હોવાના આક્ષેપ થયા છે. ગટરના દૂષિત પાણીને પગલે ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. આ મામલે રજૂઆત કરવા છતાં તાલુકા વિકાસ કચેરી દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યા સુધી ગટર લાઈન બંધ કરાય નહીં તેવું જણાવી ગ્રામ પંચાયત પાસે માર્ગદર્શન માંગીને હાથ અધ્ધર કરી લેવાયા છે. જેનાં પગલે ગ્રામજનોએ તાત્કાલિક ગટરનાં દૂષિત પાણીના નિકાલની વ્યવસ્થા ગોઠવી સમસ્યાથી છુટકારો અપાવવા મુખ્યમંત્રી સમક્ષ માંગ કરવામાં આવી છે.

ગાંધીનગરના દશેલા ગામમાં હજી પણ ગટરનાં દૂષિત પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા નહીં હોવાની ગ્રામજનોમાં બૂમરાણ ઉઠી છે. અહીં આવેલા ખાયણા તળાવમાં ગામનું દૂષિત પાણી છોડવામાં આવતા બારે માસ તળાવ ગંદકીથી ખદબદતું રહે છે. ગટરના દૂષિત પાણી તળાવમાં વહેતા કરી દેવામાં આવતાં આસપાસના વસાહતીઓ મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાની દહેશતમાં જીવન નિર્વાહ કરવા મજબૂર બની ગયા છે. એમાંય વરસાદી સિઝનમાં માથું ફાડી નાખે એવી દુર્ગંધના કારણે સ્થિતિ બદથી બદતર બની જાય છે.

રોજીંદા કામકાજ અર્થે ખેતરમાં જતી મહિલાઓ પણ હવે આ સમસ્યાના ઉકેલ માટે રજૂઆતો કરતી આવી છે. એમાંય બે દિવસ પહેલા ધોધમાર વરસાદના કારણે તળાવ ઓવરફલો થઇ જતાં દૂષિત પાણી રોડ પર ફરી વળ્યા છે અને પાંચ મિત્રોએ તળાવમાં ડૂબી જવાથી જીવ ગુમાવવાનો વખત આવ્યો છે. ત્યારે ગ્રામ પંચાયત દ્વારા ગટરનાં દૂષિત પાણી તળાવમાં છોડવાની પ્રવૃત્તિ તાત્કાલિક બંધ કરી દેવા ગ્રામજનોએ પ્રબળ માંગ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com