શહેરમાં મોટી મોટી વાતોના વડા હોય તેમ જે વીઆઈપી રોડ કહેવાય છે તે ચ-માર્ગ આ માર્ગ ઉપર અધિકારીઓથી લઈને મંત્રીઓ રોજ નીકળે છે, ત્યારે શહેરનો રોડ ધૂળિયા રોડ થઈ ગયો છે, ઠેર ઠેર કાંકરિ નીકળી જતા કામમાં લોચા લાપસી બહાર આવી ગઈ છે, આંખોમાં લોકોને બળતરા થી લઈનેમાટી, ડસ્ટબીન ઉડતા વાહન ચાલકો ખો..ખો.. કરતા નજરે પડે છે
સૌથી વધારે કફોડી હાલત ટુવીલર ના વાહન ચાલકોની છે, ફોરવીલ વાળા તો કાચ બંધ કરી દે, એટલે તેમને ધૂળ ડસ્ટબીન ઓછી લાગે, પણ ટુ-વ્હીલર વાળાઓને ડસ્ટબીન લાગી જાય, ક્યારે આંખોમાં બળતરા થી લઈને અનેક સમસ્યાઓનો સામનો નગરજનો કરી રહ્યા છે, ત્યારે કોન્ટ્રાક્ટર ના કામની ગોબાચારી બહાર આવી છે, કપચી થોડા વરસાદમાં જ બહાર નીકળી ગઈ છે, ત્યારે અહીંયા મંત્રીઓ રહેતા હોવા છતાં કામમાં આવી લોચા લપસી હોય તો અન્ય જિલ્લા તાલુકામાં જે વરસાદ પડે છે, ત્યાં રોડ રસ્તા ની પરિસ્થિતિ શું હશે?? તે પ્રશ્ન લોકોમાં ચર્ચાઈ રહ્યો છે.
બોક્સ
ઘ-ચ માર્ગ બન્યો ધૂળિયો માર્ગ ટુ વ્હીલર વાહન ચાલકો માટે આંખોમાં બળતરા, ખો.. ખો.. ડસ્ટબીન ઉડતા અનેક વાહન ચાલકો પરેશાન