ભાજપના પદયાત્રી કેમ્પમાં ભુરી, ભુરીયાઓદેખાયા, ભુરીયાઓ એ હાથમાં ધજા પકડી, જય માડી અંબે, જય જય અંબે બોલ્યા

Spread the love

ભારતની તોલેકોઈ ના આવે ત્યારે અંગ્રેજોએ કીધું હતું કે, ભારત એ સોને કી ચીડિયા છે, ત્યારે આજની પેઢી વિદેશ જવાની લ્હાયમાં લાખો રૂપિયા ખર્ચીને અમેરિકા કેનેડા લંડન જઈ રહી છે, પણ ત્યાં શું હાલત છે, તે પૂછો અહીંયા જે ફાંકા ,ફોજદારી મારતા હોય અને ઘરે પાણીનું પવાલું ન ભરતા હોય ત્યાં ઝાડું મારતા હોય છે, ત્યારે રાજ્યમાં અંબાજી માતાના ભક્તો આખા ગુજરાતમાંથી લોકો અંબાજી ચાલતા જાય છે, ત્યારે ચ-૩ ખાતે આવેલા ભારતીય જનતા પાર્ટી શહેર દ્વારા પદયાત્રી સેવા કેમ્પ ઘણા વર્ષોથી ચાલે છે, ત્યારે આ કેમ્પમાં ભુરી અને ભુરીયાઓ પધાર્યા હતા, તે તસવીરમાં જોઈ શકાય છે, આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જે તે વખતે અમેરિકાએ વિઝા નહોતા આપ્યા, આજે જુઓસમયનું ચકેડુ ફરી ગયું,

દુનિયાના મોટા ગમે તેવા જગત જમાદાર હોય પણ ચોકીદાર સામે કશું જ નથી, ત્યારે હમણાં જ G-20 વખતે અનેક દેશોના લોકો પધાર્યા હતા, ત્યારે ભારતમાં 140 કરોડની વસ્તી છે, તેનું માર્કેટ કેટલું છે તે અન્ય દેશોને ખબર છે, આપણે દુનિયાને રોટલો ખવડાવી શકીએ છીએ, ખૂટતું હોય તો આપી શકીએ છીએ, એ ભારતની તાકાત છે, આજે અન્ય દેશોમાં મંદી આવી રહી છે, ત્યારે ભારતમાં જુઓ, લખી રાખો આવનારા દિવસોમાં ભારતનો સુવર્ણકાળ હશે, જે લોકો આંધળી દોટ મૂકીને વિદેશમાં ભણવા અને ત્યાં સ્થાયી થવા ગયા છે, તેવા અનેકને પાછા આવું પડશે વીઝા લેવા ભૂરી, ભુરીયોઓ ભારતમાં લાઈન લગાવશે, એ ચમત્કાર થવાનો જ છે

ભારત એ ભારત જ છે, ત્યારે આ તસવીર ઘણું જ બધું કહી જાય છે, વિદેશ જવાની ઘેલછામાં જે ગયા છે. તેને પૂછો કોઠીમાં મોઢું સંતાડીને રડે છે, કે કોને?? ત્યારે અહીંયા ભારતમાં અડધી રાતે ડોક્ટર તમારો હાથ પકડે, ત્યારે ત્યાં પૈસા ભલે હોય પણ વેઇટિંગ, અહીંયા ત્રણ ઋતુઓનો લ્હાવો મળે ત્યાં હિટરો રાખવા પડે, ત્યારે ભુરીયા નું આકર્ષણ હવે ભારત કેમ બન્યું? કારણકે કમાવાનું હવે અહીંયા છે, 140 કરોડની વસ્તીમાં એક વસ્તુ સફળ થાય એટલે અબજોપતિ બની જાય, ત્યારે ભુરીયાઓ લાડ કરવા અહીંયા આવ્યા છે, અને આપણા ડોલર ગોતવા ત્યાં જઈ રહ્યા છે, ત્યારે આ ફોટો જોઈ લો આવનારો સમય ભારતનો જ છે..

Box
ચ-૩ ખાતે ભાજપના પદયાત્રી કેમ્પમાં ભૂરી ભૂરીયા થી લોકો જોવા ટોળા ઉમટ્યા

ભારતના વડાપ્રધાનને એક સમયે વિઝાનઆપનારા જગત જમાદાર ને આપણા ચોકીદાર દાદાએ સૌને જી-20માં ઝુકાવીને બતાવી દીધું કે આવનારો સમય સુવર્ણ ભારત માટે હશે, કારણ કે ભુરીયાઓને ખબર છે કે ભારત સોને કી ચીડિયા જેવો દેશ છે, હવે ભારતની વસ્તી 140 કરોડ થતાં ધંધો અહીંયા જ કરાય તેવું મંતવ્ય છે, ત્યારે આપણો યુવા વર્ગ ડોલર ગોતવા વિદેશ જઈ રહ્યો છે યાદ રાખો વિસ્તાર પોટલા લઈને પાછું આવવું પડશે, ડોલર છોડો રૂપિયા ભારતના ગોતો

આવનારા દિવસમાં ભુરીયાઓ ભારતમાં વીઝા લેવા લાઈનમાં ઊભા હશે, 140 કરોડની વસ્તીમાં કમાવવા આના જેવો કોઈ દેશ નથી, ત્યારે આપણા નવ યુવાનો વિદેશની ઘેલછામાં ત્યાં દોડી રહ્યા છે, પાછા આવું પડશે ભારત એટલે ભારત..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com