ભારત અને પાકિસ્તાનમાં એક ચીજ કોમન છે, તે છે સ્ટીરિયોટાઈપ. એટલે કે અહીં પ્રેમ માટે પણ ઉંમરની મર્યાદા છે, છોકરો મોટો અને છોકરી નાની. જો છોકરીની ઉંમર બે-ચાર વર્ષ મોટી હોય તો ટ્રોલિંગ શરૂ થઈ જાય છે. પણ જો છોકરો પોતે બમણી ઉંમરની યુવતી સાથે પ્રેમ કરી બેસે તો શું? હંગામો તો નક્કી જ હોય.પાકિસ્તાનમાં પણ કઈક આવું જ બન્યું છે. એક 35 વર્ષના યુવકે 70 વર્ષની વૃદ્ધ મહિલા જોડે પ્રેમ થઈ ગયો છે. તે પણ સાત સમંદર પાર….આ વૃદ્ધ મહિલા કેનેડાની છે. છોકરો પણ મક્કમ છે અને ટસથી મસ થતો નથી.
પાકિસ્તાન જેવા દેશમાં મોટી ઉંમરની મહિલા સાથે પ્રેમ કરો તો આફત તૂટી પડતી હોય છે. કારણ કે દુલ્હાની ડિમાન્ડ હોય છે કે છોકરી નાની હોય. પાકિસ્તાનની નવી જનરેશન દરેક મર્યાદા તોડી રહી છે. લોકો વિદેશથી આવીને પાકિસ્તાની યુવકોને દિલ દઈ બેસે છે. સોશિયલ મીડિયાથી શરૂ થતા આ પ્રેમની કોઈ સીમા નથી. ચીનની છોકરીઓ સુદ્ધા પાકિસ્તાન પહોંચે છે.
પાકિસ્તાનની આ લવ સ્ટોરી શહજાદ અને મેરીની છે. શહજાદની ઉંમર માત્ર 35 વર્ષ છે. જ્યારે મેરીની ઉંમર 70 વર્ષ છે. આ કપલ છેલ્લા 6 વર્ષથી એકબીજાની સાથે છે. ફેસબુક દ્વારા બંનેને પ્રેમ થયો. બંનેમાં મિત્રતા થઈ અને એકબીજાને દિલ દઈ બેઠા, શહજાદનું કહેવું છે કે તે ગોલ્ડ ડિગર નથી. ન તો તેણે કેનેડાના વિઝા માટે પ્રેમ કર્યો છે. શહજાદનું કહેવું છે કે તેની પત્ની તેની આર્થિક મદદ કરે છે. તે નથી ઈચ્છતી શહજાદ કામ કરે. આ કપલ એક યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે. હવે તેમને લાખો લોકો જુએ છે.