ગુજરાતનું કહેવાતું gj-૧૮ ખાતે અત્યારે થોડા વરસાદમાં રોડ રસ્તા તૂટી ગયા છે ત્યારે સૌથી વધારે કફોડી હાલત ચરેડી એવા સેક્ટર ૩૦ ખાતેની છે, ત્યારે તેને હાડકા તોડ રોડ અને લપસણિયા રોડ રસ્તો પણ નામથી પ્રચલિત બન્યો છે, ત્યારે અસંખ્ય ખાડા પડતા વાહન ક્યાં ચલાવવું તે સ્થિતિ ઊભી થઈ હતી, ત્યારે રોજબરોજ સ્લીપ ખાવાના અને ગાડીને નુકસાનના બનાવો બનતા હતા, ત્યારે ધારાસભ્ય રીટાબેન પટેલ સમક્ષ ચરેડી તથા જીઈબીના રહીશોએ આ બાબતે ફરિયાદ કરતા ધારાસભ્ય દ્વારા ત્વરિત ૨૪ કલાકમાં કામ શરૂ કરાવી દીધેલ.
વધુમાં આ પ્રશ્ન અગાઉ અન્ય નગર સેવકોથી લઈને મહાનગરપાલિકામાં રજૂઆત કરવા છતાં પીપુડી ન વાગતા આખરે એમએલએ સમક્ષ આ મામલો આવતા પીપૂડી નહીં પીપુડો ૨૪ કલાકમાં વગાડીને રોડ રસ્તા નું કામ શરૂ કરાવી દેતા એમએલએની ચર્ચાઆ કામ સંદર્ભે સાંભળવા મળી હતી.
બોક્સ :-
અગાઉ એક મહિનાથી મહાનગરપાલિકાને રજૂઆત કરવા છતાં કામ ન થતા આખરે ગોલ ધારાસભ્ય રીટાબેન પટેલ સમક્ષ આવતા તેમણે ગંભીરતા જાેઈને કામ શરૂ કરાવવાની સૂચના આપતા ૨૪ કલાકમાં કામ શરૂ થવા પામેલ