ભારત અને કેનેડા વચ્ચે ખાલીસ્તાની સમર્થક ગુરૂદીપસિંહ નિજજરની હત્યાના મુદે સતત વધી રહેલા તનાવમાં હવે અહી અભ્યાસ કરવા પહોંચેલા હજારો વિદ્યાર્થીઓના વાલીઓને ચિંતા થવા લાગી છે તો બીજી તરફ કેનેડીયન યુનિ.એ પણ જેઓ આગામી વર્ષ કે પછી કેનેડાની વસંતઋતુમાં જે નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થવાનો છે.
તેમાં કેનેડામાં પ્રવાસ કે અન્ય રીતે યુનિ.માં દાખલ થવાની પ્રક્રિયામાં કોઈ ઉતાવળ નહી કરવા સલાહ આપી છે.
યુનિ. સતાવાળાઓને ભય છે કે, જેમ ભારતે કેનેડીયન નાગરિકો માટે વિસા નિયંત્રણ મુકી દીધા છે તો જો આ વિવાદ વધુ લાંબો ચાલે તો કેનેડાની સરકાર પણ સ્ટુડન્ટ સહિતના વિસા પર નિયંત્રણ મુકી શકે છે. ઓન્ટારીયો યુનિ.એ હવે તેની પાસે ભારતીય વિદ્યાર્થીઓના એડમીશન માટેની પ્રક્રિયા આખરી ઘડીએ અટકાવી દીધી છે અને જાન્યુ-માર્ચ વચ્ચે જે એડમીશન લેટર આપવાના હોય છે તે હવે વિલંબમાં મુકયા છે. ઉપરાંત કેનેડીયન યુનિ. દર વર્ષે ઓનલાઈન એજયુકેશન ફેર યોજે છે તથા ભારતના વિવિધ શહેરમાં પણ આ પ્રકારે સેમીનાર યોજે છે તેને બ્રેક લાગી ગઈ છે.
ભારતીય માટે ઉંચા શિક્ષણમાં કેનેડાએ પસંદગીનું માધ્યમ બની ગયુ હતું. જો કે કેનેડીયન યુનિ.ઓએ ખાતરી આપી છે કે તેઓની શૈક્ષણિક કારકિર્દી બગડવા દેવાશે નહી. આ ઉપરાંત નિષ્ણાંતો પણ કહી રહ્યા છે કે ભારતીયો હવે કેનેડાના બદલે અન્ય દેશોમાં અભ્યાસની તક શોધશે છતાં પણ હજુ એકાદ માસ પછી બન્ને દેશો વચ્ચેના તનાવ પછી નિર્ણય લેશે.
સૌને ચિંતા એ છે કે જો ભારતીય વિદ્યાર્થી કે ભારતીય પર હુમલા થશે તો પરીસ્થિતિ વણસી શકે. બ્રિટન કે અમેરિકાએ મોંઘુ પડે તેમ છે તો એડમીશનની મર્યાદા છે તેથી હવે ફ્રાન્સ કે યુરોપના કોઈ દેશમાં તક શોધી રહ્યા છે. કેનેડા સહિતના દેશોમાં સ્ટુડન્ટ વિસા સહિતની કામગીરી માટે જાણીતી ક્ધસલ્ટન્સી ફર્મ આઈ સ્કુલ કનેકટના સંચાલકે સ્વીકાર્યુ કે તેમની પાસે હવે કેનેડાના વિકલ્પ માટે પુછપરછ આવી રહી છે.
અમેરિકા-બ્રિટન બાદ હવે ઓસ્ટ્રેલિયા, જર્મની, આયર્લેન્ડ માટે પણ પુછપરછ થઈ રહી છે. વિદ્યાર્થી અને તેના માતા-પિતાને કેનેડામાં જે રીતે ખાલીસ્તાનીઓને દેશની સરકાર જ છાવરે છે તેથી ભવિષ્યમાં સ્થિતિ વણસવાનો ડર છે.