GJ -18 નાં પંકજ ભાઈએ OTP આપ્યો અને ગઠિયાએ ઓન લાઈન 92 હજાર ઉપાડી લીધા

Spread the love

ગાંધીનગરના દહેગામની પ્રાથમિક શાળાના શિક્ષકને આર્મી ઓફિસરની ઓળખ આપી દીકરાની કોમ્પ્યુટર ક્લાસની ફી ઓનલાઇન માધ્યમથી ટ્રાન્ફર કરવાના બહાને ગઠિયાએ એકાઉન્ટમાં માત્ર 1 રૂપિયો જમા કરાવીને 92 હજારનો ચૂનો લગાવ્યો હતો. જે મામલે સેક્ટર – 21 પોલીસ મથકના ચોપડે ફરિયાદ દાખલ થઇ છે.

ગાંધીનગરની સેક્ટર – 24 શ્રીનગર સોસાયટીમાં રહેતાં પંકજ પરમાર દહેગામના હિલોલ ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. પંકજભાઈના સાળા નિલકંઠનાં મોબાઇલ ઉપર કોઈ અજાણ્યા વિદ્યાર્થીના પિતાએ ફોન કરીને કહેલું કે, તમારા ક્લાસીસમાં મારા દીકરાને કોમ્પ્યુટર શીખવા આવવાનું છે. હું આર્મીમાં હોવ રૂબરૂ આવી શકું એમ નહીં હોવાથી ગૂગલપે થી ફી ભરી દેવા માંગુ છે.

ત્યારબાદ નિલકંઠ તેના કામે જતો રહ્યો હતો અને બપોરના પંકજ તેમના સાળાના ઘરે સેકટર – 29 માં ગયા હતા. તે વખતે ફરીથી આર્મી ઓફીસરે તેમના સાળાને ફોન કરી ગૂગલ પે ચાલુ કરવાનું કહ્યું હતું. જો કે નિલકંઠ ગૂગલ પે પે વાપરતો નહીં હોવાથી તેણે પંકજ ભાઈનો નંબર આપી દીધો હતો. જેની દસ મિનિટ પછી પંકજભાઈના નંબર પર ફોન કરીને આર્મી ઓફિસરે આર્મીમાં ફી ભરવાની સિસ્ટમ અલગ હોવાનું કહી એક રૂપિયો ખાતામાં જમા કરાવ્યો હતો.

બાદમાં તેણે મોકલેલ એક ઓટીપી પંકજભાઈ પાસેથી મેળવી લીધો હતો. જેની અમુક સેંકડોમાં તબક્કાવાર કુલ 92 હજાર પંકજભાઈના ખાતામાંથી ઉપડી ગયા હતા. જેનાં પગલે હાલમાં પેથાપુર આદિત્ય એલીગંસ સોસાયટીમાં રહેતા પંકજભાઈએ વર્ષ – 2022માં સાયબર સેલમાં ઓનલાઇન અરજી કરી હતી. જો કે, આજદિન સુધી રૂપિયા પરત નહીં મળતા આખરે સેકટર – 21 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com