ગુજરાત કોંગ્રેસે લોકસભા ચૂંટણીના પગલે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકનો ગુજરાત પ્રવાસ વધી રહ્યો છે. ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓ અને જિલ્લા પ્રમુખ સાથે ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક મેરાથોન બેઠક કરી હતી. પ્રભારી મુકુલ વાસનિકે નેતાઓ કડક સૂચનાઓ આપતા કહી દીધુ હતું કે, આગામી નવરાત્રી પહેલાં કોંગ્રેસના બાકી રહેલા સંગઠન કામગીરી પૂર્ણ કરવામાં આવે.
તાલુકા અને જિલ્લા કક્ષાએ બાકી રહેલા સંગઠન તેમજ સંગઠનમાં થતા ફેરફાર તત્કાલ કરી દેવામાં આવી અને લોકસભા ચૂંટણીને લઇ કોંગ્રેસ નેતાઓને જવાબદારી સોંપી દેવામાં આવે.
કોંગ્રેસ પ્રભારીએ કોંગ્રેસ સિનિયર નેતાઓ સાથે મેરેથોન બેઠક કોંગ્રેસ કાર્યાલયમાં કરી હતી. બેઠકમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ વિપક્ષ નેતાઓ હાજર હતા. પ્રભારીએ તમામ સિનિયર નેતાઓ પાસેથી લોકસભા ચૂંટણી અંગે તમામ પાસે અભિપ્રાય માગ્યા હતા. આ ઉપરાંત નેતાઓ સ્પષ્ટતા કરી હતી કે, ચૂંટણી પહેલા સંગઠનની નબળી કડી મજબૂત કરી દેવામાં આવે. આગામી નવરાત્રી પહેલાં કોંગ્રેસ તાલુકા કક્ષા, જિલ્લા કક્ષા અને પ્રદેશ કક્ષાએ પોતાનું નવું સંગઠન તૈયાર કરી નવા લોકોને જવાબદારી સોપી દેવામાં આવે. આ ઉપરાંત પૂર્વ પ્રદેશ પ્રમુખ એટલે એક નેતા દીઠ ચાર લોકસભાની જવાબદારી સોંપવામાં આવી હતી. લોકસભામાં કયા પ્રશ્નો છે, લોકસભામાં સગંઠન સ્થિતિ શું છે. તમામ અંગે રિપોર્ટર તૈયાર કરવા પણ સૂચનાઓ આપી હતી.
આ ઉપરાંત નવા યુવા ચહેરાઓને કોંગ્રેસના સ્થાન આપવા ભાર મૂક્યો હતો. ખાસ કરીને યુથ કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ સંગઠનમાં પ્રાધાન્ય મળે, પાર્ટીની મોટી જવાબદારી મળે તે અંગે કહેવામાં આવ્યુ હતું. 50 વર્ષથી નીચેની ઉંમરના લોકોને સિનિયર નેતાઓ સાથે મોટી જવાબદારી પણ આપવા સૂચના આપી હતી. જેથી સિનિયર નેતાઓ સાથે નવી પેઢી પણ કોંગ્રેસમાં તૈયાર થઈ શકે. યુવા લોકોની ભાગીદારી વધે તેના પર ખાસ ભાર મૂકાયો હતો. સંગઠનમાં પણ યુવાની તાકાત મુજબ જવાબદારી આપવામાં આવે.
કોંગ્રેસ પ્રવક્તા ડો. મનિષ દોશીએ જણાવ્યુ હતુ કે, રાજ્યની હાલની સ્થિતિ અને લોકસભા ચૂંટણી અંગે ચર્ચા કરી હતી. સિનિયર આગેવાનોએ આગામી લોકસભાની ચૂંટણીને લઈ તેમના સૂચનો રજૂ કર્યા છે. પ્રભારી, પ્રદેશ અધ્યક્ષ અને કાર્યકારી અધ્યક્ષો સાથે શહેર-જિલ્લા પ્રમુખો સાથે સંવાદ બેઠક યોજી હતી. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને લોકસભાની ચૂંટણી પહેલા સંગઠન મજબૂત કરવા બેઠક ચર્ચા, લોકસભા ચૂંટણી પહેલા જિલ્લા-શહેરમાં સોંપવામાં આવેલી કામગીરીની વિગતો મંગાઈ છે.