છેલ્લો દિવસની હિરોઇન જાનકી બોડીવાલા આજે ગાંધીનગરમાં હતી, તમે મળ્યાં ?

Spread the love

ગાંધીનગરના સરગાસણ ખાતેના ધ લેન્ડમાર્ક ખાતેના એક જાણીતા બ્રાન્ડેડ લેડીઝ આઉટલેટનાં ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાતી ફિલ્મ છેલ્લો દિવસમાં દમદાર ભૂમિકા જીતનાર જાનકી બોડીવાલા આજે ગાંધીનગરની મહેમાન બની હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાતી ફિલ્મ વશની હિન્દી રિમેક બનવાની છે. આ ફિલ્મમાં અજય દેવગણ અને એક્ટર આર. માધવન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં જાનકી હિરોઈન તરીકે બોલિવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.

ગાંધીનગરના સરગાસણના ધ લેન્ડમાર્ક ખાતે આજે બ્રાન્ડેડ લેડીઝવેરનાં આઉટલેટ સભ્યતાનું ઉદ્ઘાટન ગુજરાતી ફિલ્મની મશહૂર અભિનેત્રી જાનકી બોડીવાલાનાં હસ્તે કરવામાં આવ્યું હતું. ગાંધીનગરની મહેમાન બનેલી જાનકીએ નગરજનોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. જાનકી બોડીવાલા અમદાવાદની રહેવાસી છે. જાનકીએ મિસ ઈન્ડિયા 2019માં પણ ભાગ લીધો હતો.

એટલું જ નહિં, પરંતુ તે મિસ ઈન્ડિયા ગુજરાતની ટોચની 3 ફાઈનલિસ્ટમાં જોવા મળી હતી. જાનકી બોડીવાલાએ ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો દિવસ’થી અભિનયની શરુઆત કરી હતી. આ ફિલ્મમાં જાનકીએ શાનદાર ભૂમિકા ભજવીને દર્શકોના દિલ જીતી લીધા હતા. ક્વીન’ અને ‘સુપર 30’ જેવી ફિલ્મો ડાયરેક્ટ કરી ચૂકેલા ડાયરેક્ટર વિકાસ બહેલ ‘વશ’ની હિન્દી રિમેકને ડાયરેક્ટ કરી રહ્યા છે.

આપને જણાવી દઈએ ગુજરાતી ફિલ્મ ‘વશ’ ડાયરેક્ટર તરીકે કૃષ્ણદેવ યાજ્ઞિકે જ ડાયરેક્ટ કરી હતી. જાનકી બોડીવાલાની તેમની સાથે આ ત્રીજી ફિલ્મ હતી. જાનકીએ ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો દિવસ’થી ગુજરાતી ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું. જાનકી બોડીવાલાએ ‘તંબુરો’, ‘છૂટી જશે છક્કા’, ‘બહુ ના વિચાર’, ‘નાડીદોષ’ વગેરે જેવી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. જાનકી હવે અજય દેવગણ સાથે ‘વશ’ની હિન્દી રિમેક થકી બોલિવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. જે ફિલ્મ માર્ચ – 2024 માં રિલીઝ થવાની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com