ગાંધીનગર જિલ્લા પોલીસ વચ્ચે મૈત્રીભાવ અને સંકલન રહે તેવા હેતુ સાથે ગત રોજ શનિવારે ગાંધીનગર રેંન્જ અને અડાલજ પોલીસ મથક વચ્ચે ફ્રેન્ડલી ક્રિકેટ મેચનુ આયોજન કરાયુ હતુ. ઇફ્કોના મેદાનમાં આયોજન કરાયુ હતુ. 20 ઓવરની મેચમાં રેંન્જની ટીમે 108 રન બનાવ્યા હતા. જવાબમાં અડાલજની ટીમે 13 ઓવરમાં ટાર્ગેટ પુરો કરી જીત મેળવી લીધી હતી. મેચમાં એસપીએ 14 રન અને એલસીબી પીઆઇએ 7 રન બનાવ્યા હતા.
ભારત ઓસ્ટ્રેલીયાની મેચનો ફીવર ચાલી રહ્યો છે, ત્યારે ગાંધીનગર પોલીસમાં પણ ક્રિકેટ મેચનુ આયોજન કરાયુ હતુ. અડાલજ પાસે આવેલા ઇફ્કોના મેદાનમાં શનિવારે ગાંધીનગર રેંન્જ અને અડાલજ પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ વચ્ચે ફ્રેન્ડલી ક્રિકેટ મેચનુ આયોજન કરાયુ હતુ. જેમાં 20 ઓવરની મેચમાં પહેલા બેટીંગ કરતા રેંન્જની ટીમે 108 રન બનાવ્યા હતા. જેમાં સૌથી વધુ મહેશ ચૌધરીએ 39 બોલમાં 42 રન બનાવ્યા હતા.
રેંન્જની ટીમ દ્વારા 109 રનનો ટાર્ગેટ આપવામાં આવતા અડાલજ પોલીસ મથકની ટીમ દ્વારા ધમાકેદાર બેટીંગ કરવામાં આવતા માત્ર 13.2 ઓવરમાં 3 વિકેટના ભોગે 109 બનાવી રેંન્જની ટીમ સામે વિજય મેળવ્યો હતો. જેમાં અડાલજની ટીમમાં આસુતોષ દેસાઇએ 25 અને અશ્વિન ચૌધરીએ 24 રન બનાવ્યા હતા. જ્યારે મિલીન પટેલએ 2 વિકેટ મેળવી હતી. અડાલજની ટીમે તોફાની બેટીંગ કરી રેંન્જની ટીમ સામે વિજય મેળવ્યો હતો.