બેંગલુરૂમાં રહેનારા રમેશ બાબૂ ભારતના સૌથી અમીર વાળંદ છે. તેમની પાસે 400 લકઝરી કારો છો અને તે કરોડો રૂપિયાના માલિક છે. પરંતુ, હજુ પણ તેમણે વાળ કાપવાનું છોડ્યું નથી અને તે પોતાના સલૂન પર હાલના સમયમાં પણ કામ કરી રહ્યા છે. રમેશ બાબૂ ભલે લકઝરી લાઈફનો આનંદ માણી રહ્યા હોય, પરંતુ તેમનું બાળપણ ઘણી ગરીબીમાં વિત્યું છે.
બેંગલુરુમાં ગરીબ પરિવારમાં જન્મેલા રમેશ બાબુએ તેમના પિતાને ખૂબ જ વહેલા ગુમાવી દીધા હતા. તેમના પિતા એક સલૂમ ચલાવતા હતા. પિતાની મૃત્યુ પછી તેમના ઘરે બે સમયના ભોજન માટે પણ ફાંફા પડી ગયા હતા.
રમેશ બાબૂની માતા લોકોના ઘરોમાં નોકરાણી તરીકે કામ કરતી હતી. એક સમયે તેની ઘર એવી સ્થિતિ હતી કે, ખાવા-પીવાના પણ ઠેકાણાં ન હતા. 13 વર્ષની ઉંમરમાં જ રમેશ બાબૂએ રસ્તા પર ન્યૂઝપેપર વેચવાનું શરૂ કરી દીધું હતું. સાથે જ તેમણે પોતાને અભ્યાસ પણ ચાલૂ રાખ્યો. પિતાનું સલૂન તેમના કાકા સંભાળી રહ્યા હતા. પરંતુ, તેનાથી તેમને વધારે કમાણી ન હતી થઈ રહી.
18 વર્ષની ઉંમરમાં રમેશ બાબૂએ તેમના કાકા પાસેથી સલૂન પરત લઈ લીઘું. તેને રિનોવેટ કરાવીને બે કારીગરની સાથે પોતે કામ સંભાળ્યું. સમસ્યા તે હતી કે, કારીગર સમયસર આવતા ન હતા. જેથી તેમનો ધંધો ખરાબ થઈ રહ્યો હતો. રમેશ બાબૂને વાળ કાપવા વિશે વધુ જાણકારી ન હતી. પરંતુ, એક દિવસે એક ગ્રાહકો જબરજસ્તી કરીને રમેશ બાબૂ પાસેથી તેમના વાળ કપાવ્યા અને ત્યારે રમેશ બાબૂને પોતાના હુનર વિશે જાણ થઈ અને તેઓ મન લગાવીને કામમાં લાગી ગયા.
રમેશ બાબૂના સેલૂનનું કામ દોડી પડ્યું. થોડા રૂપિયા હાથમાં આવ્યા તો તેમણે વર્ષ 1993માં એક મારુતિ ઓમની કાર લોન પર લીઘી. પરંતુ, થોડા સમય બાદ રૂપિયાની તંગીના કારણે તેઓ હપ્તા ન ભરી શક્યા. રમેશની મા જે ઘરમાં કામ કરતી હતી, તે ઘરના માલિકે રમેશને ભાડા પર કાર ચલાવવાની સલાહ આપી. રમેશ માટે આ સલાહ વરદાન બની હઈ. તેમણે કાર ભાડા પર ચલાવવાની શરૂ કરી તો, ખબર પડી કે બેંગલુરુમાં ભાડાની કારના બિઝનેસની અપાર માંગ છે.
રમેશ બાબૂએ થોડા સમય માટે સ્વયં કાર ચલાવ્યા બાદ કંઈક મોટું કરવાનું વિચાર્યું. તેઓ પૂરી રીતે કાર રેન્ટલ બિઝનેસમાં ઉતરવાનું નક્કી કર્યું. તેમણે ખબર પડી ગઈ કે, બેંગલુરુમાં આ બિઝનેસ ખૂબ જામશે. પરંતુ તેમણે કંઈક અલગ કરવાનું વિચાર્યું. તેમણે ધીરે-ધીરે કારોની સંખ્યા વધારી. હવે બિઝનેસ સારી રીતે ચાલવા લાગ્યો તો પોતે લક્ઝરી કાર ખરીદવાનું શરૂ કર્યુ. હવે તેમની પાસે 400 કાર છે, જેમાંથી 120 લકઝરી કાર્સ છે.
આજે રમેશ બાબુ કાર ભાડાના વ્યવસાયમાં એક મોટા ખેલાડી છે. આજે તેઓ રોલ્સ રોયસ, મર્સિડીઝ બેન્ઝ, BMW, Audi, Jaguar જેવી લક્ઝરી કાર ભાડે આપે છે. તેઓ કહે છે કે તમે કોઈપણ લક્ઝરી બ્રાન્ડની કારનું નામ આપો, તેમની પાસે છે. કરોડોનો બિઝનેસ કર્યા પછી પણ રમેશ બાબુએ પોતાના સલૂનમાં વાળ કાપવાનું બંધ કર્યું નથી.