એક બાજુ આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે જેના પગલે સત્તા પક્ષ ભાજપ સહિત રાજકીય પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે વડાપ્રધાન મોદી બે દિવસીય ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.
અમિત શાહ ગાંધીનગર જિલ્લાને 1700 કરોડના પ્રોજકટની ભેટ આપશે. આ ઉપરાંત ગાંધીનગર જિલ્લામાં તળાવ બ્યુટીફીકેશનના પ્રોજેકટને લઈને પણ વિકાસના કાર્યોનું લોકાર્પણ કરવાના છે.
નોંધનીય છે કે, વડાપ્રધાન મોદીનો તાજેતરમાં જ બે દિવસનો ગુજરાતનો પ્રવાસ પૂર્ણ થયો છે. ત્યારે ગૃહમંત્રી ગુજરાતની મુલાકાતે આવવાના છે. જેના પગલે રાજકીય ગલિયારોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે, લોકસભાની ચૂંટણીને લઈને રોડમેપ નક્કી કરવા અને ક્યાં પ્રકારની રણનીતિ તૈયાર કરવી તે અંગે બેઠકો યોજાઈ શકે છે.