વર્લ્ડ કલ્ચરલ ફેસ્ટિવલ નો શુભારંભ : ૧૮૦ દેશોમાંથી ૧૦ લાખ લોકોની હાજરી અમેરિકાના વોશિંગટન ડી સી ખાતે રંગારંગ પ્રારંભ થયો

Spread the love

આર્ટ ઓફ લિવિંગના સ્થાપક, વૈશ્વિક માનવતાવાદી અને શાંતિ સ્થાપક ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી

ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર

વસુધૈવ કુટુંબકમ : આર્ટ ઓફ લિવિંગનો વૈશ્વિક સાંસ્કૃતિક મહોત્સવ,૨૦૨૩ એકતા,સંગીત,નૃત્ય અને પ્રેરણા દ્વારા સંવાદિતાનો સંદેશ દુનિયાને આપી રહ્યો છે :ભવ્ય સાંસ્કૃતિક વિલક્ષણતાઓના મહોત્સવમાં ૧૮૦ દેશોમાંથી ૧૦ લાખ લોકો ઉપસ્થિત રહ્યા

બેંગલોર

વોશિંગ્ટન ડીસીનો પ્રતિકાત્મક નેશનલ મોલ એક અતિભવ્ય પ્રમાણમાં આયોજિત કાર્યક્રમનો સાક્ષી રહ્યો.આર્ટ ઓફ લિવિંગના વૈશ્વિક સાંસ્કૃતિક મહોત્સવમાં ૧૦ લાખની અભૂતપૂર્વ અને વિક્રમજનક સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.સ્થળ પરનું દ્રષ્ય દુનિયાની વિવિધ સંસ્કૃતિઓના પુષ્પ ગુચ્છ જેવું દેખાતું હતું કારણ કે માનવતા,શાંતિ અને સંસ્કૃતિના દુનિયાના સૌથી મોટા આ મહોત્સવમાં ૧૮૦ દેશોમાંથી લોકો એકત્રિત થયા હતા.કાર્યક્રમમાં દુનિયાના મહાનુભાવો એકત્રિત થયા હતા અને ગ્રેમી એવોર્ડ વિજેતાઓ તથા અન્ય પ્રખ્યાત કલાકારો દ્વારા મનમોહક સંગીત તથા રંગબેરંગી નૃત્યો રજુ થયા હતા – સૌ વસુધૈવ કુટુંબકમની ઉજવણીનો એક સમાન સંદેશો પાઠવી રહ્યા હતા.

આર્ટ ઓફ લિવિંગના સ્થાપક, વૈશ્વિક માનવતાવાદી અને શાંતિ સ્થાપક ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીએ જણાવ્યું કે “આપણી વિવિધતાની ઉજવણી કરવાનો આ સુંદર અવસર છે.આપણી પૃથ્વી વૈવિધ્યોથી ભરપૂર છે,છતાં આપણા માનવીય મુલ્યો એક સમાન છે.આજે, આ પ્રસંગે આપણે સમાજમાં વધુ ખુશી લાવવા માટે સંકલ્પ લઈએ.દરેક ચહેરા પર સ્મિત લાવીએ.એમાં માનવતા છે. આપણે સૌ એના તો બનેલા છીએ જો જ્ઞાન/વિવેકનો આધાર ના હોય તો કોઈ ઉજવણીમાં ગહેરાઈ આવતી નથી. અને એ જ્ઞાન/વિવેક આપણા સૌમાં છે જ. એ વિવેક એટલે એ સમજણ કે આપણે સૌ વિશિષ્ટ છીએ અને આપણે એક જ છીએ મારે ફરી થી બધાને કહેવું છે કે આપણે સૌ એકબીજાના છીએ.આપણે સૌ એક વૈશ્વિક પરિવારના સભ્યો છીએ.આપણે આપણા જીવનની ઉજવણી કરીએ.આપણે વ્યવહારિક રીતે પડકારોને સ્વીકારીએ અને સામનો કરીએ આપણે આ અને આવનાર પેઢી માટે વધારે સારા ભવિયનું સ્વપ્ન જોઈએ.”અવૈશ્વિક કાર્યક્રમે મનને મુગ્ધ કરી દે તેવા સંગીત અને મનમોહક પ્રસ્તુતિઓ જેમ કે ગ્રેમી એવોર્ડ વિજેતા ચંદ્રિકા ટંડન અને ૨૦૦ કલાકારો દ્વારા અમેરિકા ધી બ્યુટીફૂલ અને વંદે માતરમ,૧૦૦૦ ભારતીય સાંસ્કૃતિક નૃત્યકારો અને સામુહિક વાદકો દ્વારા પંચભૂતમ,ગ્રેમી એવોર્ડ વિજેતા મીકી ફ્રીની આગેવાનીમાં દુનિયાના ૧૦૦૦ ગિટાર વાદકો દ્વારા વાદન અને આફ્રિકા,જાપાન તથા મધ્ય પૂર્વની રજુઆતો દ્વારા આપણી સમજશક્તિ અને નિર્મળતાને પણ જાગૃત કરી.એ આજનું સમાપન સ્કીપ માર્લે દ્વારા રજુ થયેલ રેગી રીધમ ‘વન લવ’ની રજુઆતથી થયું.

ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરે પોતાના વક્તવ્યમાં જણાવ્યું “આપણે સૌ જ્યારે સમૃધ્ધિમાં વૃધ્ધિ અને આપણી પૃથ્વીના ભવિષ્યને સલામત કરવા પ્રયત્નો કરી રહ્યા છીએ ત્યારે સ્વાભાવિક છે કે આપણને કુદરત ઉપર દમન થવાના પડકારનો સામનો કરવો પડી રહ્યો છે.કુદરતી કે માનવસર્જિત આપત્તિ હોય કે પછી વિખવાદ કે વિચ્છેદ, અન્યોન્ય પર આધારિત આ દુનિયામાં એ અગત્યનું છે કે આપણે એકબીજાના પડખે ઊભા રહીએ.આ બાબતે આર્ટ ઓફ લિવિંગ એક પ્રેરણાત્મક ઉદાહરણ બની રહેલું છે અને મેં અંગત રીતે નજીકના ભૂતકાળમાં યુક્રેન યુધ્ધ દરમ્યાન તેમણે જે નોંધપાત્ર કાર્યો કર્યા તે જોયા છે, આજે તેમનો તમારો અને આપણો સંદેશ એકબીજાની સંભાળ લેવાનો,વહેંચવાની વૃત્તિ રાખવાનો,ઉદારતા,એક બીજાને સમજવાની તૈયારી રાખવાનો તથા સહકારની ભાવના રાખવાનો હોવો જોઈએ.તે જ બાબતે આપણને સૌને અહીં એકત્રિત કર્યા છે.”

વૈશ્વિક સાંસ્કૃતિક મહોત્સવના પહેલા દિવસે વિશ્વ સંગઠનના ૮ મા સેક્રેટરી જનરલ શ્રી બાન કી-મુન,ડીસીના મેયર શ્રી મુરીએલ બાઉસર,મીશીગનના ધારાસભ્ય શ્રી થાનેદાર,જાપાનના શિક્ષણ, સંસ્કૃતિ,રમતગમત, વિજ્ઞાન અને ટેકનોલોજીના ભૂતપૂર્વ પ્રધાન તથા સંસદ સભ્ય શ્રી હાકુબન શીમોમુરા,વિશ્વ સંગઠનના ભૂતપૂર્વ ડેપ્યુટી સેક્રેટરી જનરલ તથા યુ એન ઈ પી ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી એરિક સોહેમ નોર્વેના આંતરરાષ્ટ્રીય વિકાસના ભૂતપૂર્વ પ્રધાન ઉપસ્થિત હતા.તે સૌએ યુધ્ધગ્રસ્ત દુનિયા કે જે અનેક વૈશ્વિ ક પડકારોનો સામનો કરી રહી છે તેમાં એકતા,શાંતિ અને સંવાદિતાભર્યા સહઅસ્તિત્વ માટે પોતાના વિચારો રજુ કર્યા.ધ રેવરેન્ડ બિશપ એમેરીટસ માર્સેલો સાંચેઝ સોરોન્ડો,ચાન્સેલર એમેરીટસ ઓફ ધ પોન્ટીફીકલ એકેડેમી ઓફ સાયન્સીસ, ધ હોલી સી દ્વારા પોપે પણ આ પ્રસંગે એક આદરણીય સંદેશો મોકલાવ્યો;“ દુનિયામાં શાંતિ માટે આપણી અંદર શાંતિ હોવી જરૂરી છે.શાંતિની વાતો કરવા માટે આપણે શાંતિથી જીવતા હોઈએ એ જરૂરી છે.અને શાંતિથી જીવવા માટે આપણે આર્ટ ઓફ લિવિંગની જરૂર છે.શાંતિમાં આર્ટ ઓફ લિવિંગ હોય તે માટે આપણો ઈશ્વર સાથે વાર્તાલાપ થાય એ જરૂરી છે.ઈશ્વર માણસનો દુશ્મન નથી.ઈશ્વર એક મિત્ર છે.ઈશ્વર પ્રેમ છે. અને ઈશ્વરની સાથે જોડાવા માટે આપણે ધ્યાન અને પ્રાર્થના તરફ પાછા વળવાની જરૂર છે.આપણે આપણા સ્રોત તરફ પાછા વળવાની જરૂર છે.માટે, આ નાજુક સમયમાં આપણે ઈશ્વરને આહ્વાન કરવાની જરૂર છે અને પોપ ફ્રાન્સીસ વતી હું માનવબંધુઓને આશીર્વાદ આપું છું, અને હું આ વિશાળ મેદનીને આશીર્વાદ આપું છું અને હું માનું છું કે જીવનની આ રીત આપણી માનવજાતના ભવિષ્યને ખરેખર ઉજ્જવળ બનાવશે.”ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીની પ્રેરણાથી આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા આયોજિત આ વૈશ્વિક સાંસ્કૃતિક મહોત્સવ સરહદોને ઓળંગી ગયો અને તેમાં માનવતા તથા ભાઈચારાના સૂત્ર થકી સંકળાયેલી સંસ્કૃતિઓની રુઆબદાર ઉજવણી થઈ.વૈશ્વિક સાંસ્કૃતિક મહોત્સવ સ્થાનિક અને મૂળભૂત પરંપરાઓની સંગીત તથા નૃત્ય દ્વારા જાળવણીની તક પૂરી પાડે છે અને સાથે સાથે દરેકને એ માણવાનો અલભ્ય મોકો મળે છે.આ મહોત્સવ પ્રેમ,કરુણા અને મિત્રતાના વૈશ્વિક માનવીય મુલ્યોના પુનઃસ્થાપન માટેની એક ચળવળ છે.

વિશ્વ સંગઠનના ૮ મા સેક્રેટરી જનરલ શ્રી બાન કી-મુને પ્રાસંગિક પ્રવચનમાં કહ્યું,”સંસ્કૃતિ સેતુ બાંધે છે, દિવાલોને તોડી નાંખે છે,દુનિયાને વાતચીત તથા પારસ્પરિક સમજણથી જોડે છે તથા લોકો અને દેશોમાં એકતા અને સંવાદિતા વધારે છે.સંસ્કૃતિ તમામ વૈશ્વિક નાગરિકો વચ્ચે મજબૂત આદાનપ્રદાન કરાવી શકે છે.આજે અહીં અમેરિકાના નેશનલ મોલમાં દુનિયાભરની સાંસ્કૃતિક સમૃધ્ધિ એકત્રિત થઈ છે.

હું ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના એકતા અને વૈવિધ્ય પ્રતિ પ્રેરણાત્મક દ્રષ્ટિકોણની પ્રશંસા કરું છું. આપણે આવા વધારે ઉત્સવોની જરૂર છે, વધારે મળતા રહેવાની,વધારે શાંતિની તથા વધારે સહકાર,હિત સંબંધો તથા ભાગીદારીની જરૂર છે.એ જ રીતે આપણે જે પડકારોનો સામનો કરી રહ્યા છીએ તેમાંથી બહાર આવી શકીશું.આ જ રીતે આપણે શાંતિનું સ્થાપન કરી શકીશું અને વિખવાદો ઉકેલી શકીશું.ભૂખમરો અટકાવી શકીશું,તંદુરસ્ત જીવનની,આધુનિક ગુણવત્તાસભર શિક્ષણની તથા સ્ત્રીઓ તથા યુવતીઓના સશકતિકરણની ખાતરી આપી શકીશું.આ જ રીતે આપણે વિકાસ સાધી શકીશું અને કોઈને બાકાત નહીં રાખીએ.”સ્થળ પર એકતાની ઉજવણી કરતા હજારો રાષ્ટ્રીય ધ્વજો ફરકતા જોઈ શકાતા હતા,જે જોતાં જ મેદનીનો ઉત્સાહ અને આનંદ અનુભવી શકાતા હતા.અને, કલાકારોમાં પણ એ ઊર્જા એટલી જ જ્વલંત જણાતી હતી.મોહિની અટ્ટમ નૃત્યના નિર્દેશક બીના મોહને જાણવ્યું,”આ આશ્ચર્યજનક અને અદ્ભૂત લાગે છે.આ કાર્યક્રમમાં ભાગ લેવા મળે તે સ્વપ્નવત્ લાગે છે.અમારા નૃત્યની તૈયારી મારા અને મારા વિદ્યાર્થીઓ માટે એક અદ્ભુત અનુભવ બની રહ્યા.આ અનુભવમાંથી અમે ઘણું શીખ્યા અને અમારી પ્રસ્તુતિ પછી ચોક્કસ એ એક કંઈક અલગ જ અનુભવ હશે, આ ઉત્સવ અમારામાં આત્મવિશ્વાસ અને આનંદ બક્ષી રહ્યો છે.”વૈશ્વિક સાંસ્કૃતિક મહોત્સવ ૨૦૨૩ આગળ વધી રહ્યો છે તેમ આપણે સંવાદિતા તથા સહકારના પાયા પર રચાયેલી સાંસ્કૃતિક સમૃધ્ધિ,એકતા અને વૈશ્વિક ઉજવણીના હજી બીજા બે દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ.વોશિંગ્ટન ડીસીમાં નેશનલ મોલ ખાતે આર્ટ ઓફ લિવિંગના ચોથા વૈશ્વિક સાંસ્કૃતિક મહોત્સવમાં ૧૦ લાખની અભૂતપૂર્વ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા, જે એક વિક્રમજનક ઘટના છે. સ્થળ પરનું દ્રષ્ય દુનિયાની વિવિધ સંસ્કૃતિઓના પુષ્પગુચ્છ જેવું દેખાતું હતું કારણ કે માનવતા,શાંતિ અને સંસ્કૃતિના દુનિયાના સૌથી મોટા આ મહોત્સવમાં ૧૮૦ દેશોમાંથી લોકો એકત્રિત થયા હતા. કાર્યક્રમમાં દુનિયાના મહાનુભાવો પણ એકત્રિત થયા હતા,જેમ કે વિશ્વ સંગઠનના ૮ મા સેક્રેટરી જનરલ  બાન કી-મુન,ડીસીના મેયર  મુરીએલ બાઉસર,ભારતના માનનીય વિદેશ મંત્રી  એસ જયશંકર,બિશપ એમેરીટસ માર્સેલો સાંચેઝ સોરોન્ડો, ચાન્સેલર એમેરીટસ ઓફ ધ પોન્ટીફીકલ એકેડેમી ઓફ સાયન્સિસ તથા અન્યો. આજે મનને મુગ્ધ કરી દે તેવું સંગીત અને મનમોહક રજુઆતો પીરસવામાં આવી હતી,જેમ કે ગ્રેમી એવોર્ડ વિજેતા ચંદ્રિકા ટંડન અને ૨૦૦ કલાકારો દ્વારા અમેરિકા ધી બ્યુટીફૂલ અને વંદે માતરમ,૧૦૦૦ ભારતીય સાંસ્કૃતિક નૃત્યકારો અને સામુહિક વાદકો દ્વારા પંચભૂતમ,ગ્રેમી એવોર્ડ વિજેતા મીકી ફ્રીની આગેવાનીમાં દુનિયાના ૧૦૦૦ ગિટાર વાદકો દ્વારા વાદન અને આફ્રિકા,જાપાન તથા મધ્ય પૂર્વની પ્રસ્તુતિઓ.

Pictures, videos: https://drive.google.com/drive/folders/13BeZzt-UPz8Bj87PmehnC14lhrvggPnX?usp=sharing

Bytes for Radio https://drive.google.com/drive/folders/1aiharQS3ponjgKS-7ztH8cnw6VEu9eMd?usp=drive_link

Gurudev Speech https://drive.google.com/drive/folders/15cl2p_wDdmMzuSpHBaM65ZCB46ym75Z4?usp=drive_link

Pictures https://drive.google.com/drive/folders/1emd4uZiihNeKSES_NqaMOx1_sj0neNcn?usp=drive_link

Transcripts https://drive.google.com/drive/folders/1xLyuRWmnOP_S1dHLxEFJ9_5NIFPaycQF?usp=drive_link

 

Videos https://drive.google.com/drive/folders/1U38URpZFHXY3-MRZfLdGDksqfzRJWnHm?usp=drive_link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com