ગુજરાતનું કહેવાતું gj- ૧૮ ખાતે આજે સોનોગ્રાફી કરાવવા જાવ એટલે ૧ હજાર થી બારસો રૂપિયા લે, ત્યારે સિવિલમાં વિના મૂલ્યે સોનોગ્રાફી થાય, પણ વેઇટિંગ, ત્યારે સગર્ભા મહિલાઓને પ્રસુતિ દરમિયાન ત્રણથી ચાર વખત સોનોગ્રાફી કરાવી પડતી હોય છે, ત્યારે આનો ખર્ચ ચારથી પાંચ હજાર થઈ જાય અને સિવિલમાં વેઇટીંગ, ત્યારે આ પ્રશ્ન મેયરને ધ્યાને આવતા પોતે ભલે વધારે રકમની ગ્રાન્ટ વપરાઈ જાય પણ શહેરની બહેનો નગરજનોને એક સારી સેવાનો લાભ મળે તેવા શુભ આશયથી ચાર જેટલા સોનોગ્રાફી મશીન ખરીદવા પોતે પોતાની ગ્રાન્ટમાંથી ભલામણ કરી હતી ત્યારે મેયર દ્વારા ઉઠાવેલ કદમને લોકોએ ટેકો આપ્યો છે, ત્યારે સોનોગ્રાફી મશીન ચાર આવતા શહેરના નાગરિકોને સિવિલના ધક્કા ધુક્કીથી અને તો સગર્ભા માટે આ મશીન આર્શીવાદ રૂપ બનશે.
બોક્સ:-
સોનોગ્રાફી મશીન ચાર ખરીદી કરતા શહેરની સગર્ભા બહેનો અને જેમને જે બીમારી હોય અને ડોક્ટર દ્વારા સોનોગ્રાફી કરાવવા સૂચના આપી હોય તે ખૂબ જ નજીવા દરે આ સેવા આવનારા દિવસોમાં gj-૧૮ ના નગરજનોને લાભ મળશે, ત્યારે મેયર દ્વારા એક ઉત્તમ કામ કર્યું હોય અને આટલા વર્ષોમાં સેવાકીય મોટું કામ કહી શકાય.
ભારતના વડાપ્રધાન દ્વારા સગર્ભા મહિલાઓને પૌષ્ટિક ભોજન સુખડી મળે તેવા ર્નિણયો કરેલ છે ત્યારે આમાં મોટું પીછું સોનોગ્રાફી સગર્ભા મહિલાઓ માટે જે મેયરે એ ભેટધરી છે, તે પણ આશીર્વાદરૂપ બનશે.