નવરાત્રીમાં ખેલૈયાઓ માટે આધાર કાર્ડ ફરજિયાત કરી એન્ટ્રીનો નિયમ કરો; રાજકોટમાં આવેદન અપાયું

Spread the love

હાલમાં પિતૃપક્ષના દિવસો ચાલી રહ્યા છે, જેના થોડા સમય પછી જ નવરાત્રિનો તહેવાર ઉજવાશે. જો કે છેલ્લા થોડા વર્ષોથી રાજ્યમાં વિધર્મી યુવાનો દ્વારા ખોટી ઓળખ ધારણ કરી સગીરા-યુવતીઓને ફસાવતી લવજેહાદની વધતી જતી ઘટનાઓને ધ્યાને લઈ હિન્દુ સંગઠનોએ એક મહત્વની માગણી રાજકોટ પોલીસ કમિશનરને કરી છે.જેના માટે તેમણે આવેદનપત્ર પણ પાઠવ્યું હતું.

રાજકોટ પોલીસ કમિશનરને પાઠવેલા આવેદનપત્રમાં હિન્દુ સંગઠનો દ્વારા એવી માગણી કરવામાં આવી છે કે અર્વાચીન રાસોત્સવમાં જે પણ ખેલૈયાઓ આવે તેમને તેમના આધારકાર્ડ અને આઈ કાર્ડ લઈને પછી જ એન્ટ્રી આપવામાં આવે, તેમને પાસ ઈસ્યુ કરવામાં આવે. પાસની અંદર ખેલૈયાનું પૂરું નામ સ્પષ્ટ રીતે વંચાય તેમ લખવામાં આવે. મહત્વનું છે કે અત્યાર સુધી ખેલૈયાઓને માત્ર નંબર જ આપવામાં આવતા હતા, જેથી ખેલૈયાઓની ઓળખ ગુપ્ત રહેતી હતી. પરંતુ હવે આવું થતા વિધર્મી યુવાનો ખોટી ઓળખ દ્વારા હિન્દુ બહેન દીકરીઓને તેમનો શિકાર બનાવી શકશે નહીં. આવેદન આપનારાઓનું માનવું છે કે આનાથી હિન્દુ બહેન દીકરીઓને ખબર રહેશે કે તેઓ કોની સાથે ગરબા રમી રહી છે.

રાજકોટ પોલીસ કમિશનરને પાઠવેલા આવેદનપત્રમાં માગણી કરવામાં આવી છે કે આ મામલે તેમના દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે, અને જો તેમ ન થાય તો પણ ગરબા આયોજકોએ આ રીતે જ આયોજન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ એમ તેમણે જણાવ્યું હતું.

આ અંગે કરણી સેના ગુજરાતના મહિલા અધ્યક્ષા પદ્મિનીબા વાળાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મહિલાઓને સુરક્ષા આપવાથી લઈ ગરબા આયોજકોએ ગરબા રમવા આવતા લોકોના આધાર કાર્ડ લઈને પાસ ઈસ્યુ કરવા જોઈએ. તેમણે એમ પણ જણાવ્યું હતું કે સુરક્ષા માટે અને હિન્દુ દીકરીઓની સહાય અને સુરક્ષા માટે કરણી સેના લગભગ દરેક નવરાત્રિ સ્થળે હાજર રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com