ગુજરાત સહિત દેશભરમાં બોગસ અને ભૂતિયા વકીલોની ઓળખ અને વેરિફ્કિેશન માટે સુપ્રીમકોર્ટે બાર કાઉન્સીલ ઓફ્ ઇન્ડિયા પાસેથી માંગેલા જવાબ અનુસંધાનમાં બાર કાઉન્સીલ ઓફ્ ઇન્ડિયાએ ગુજરાત સહિત દેશની તમામ બાર કાઉન્સીલોને પત્ર પાઠવી તા.3જી ઓકટોબર સુધીમાં વકીલોના વેરિફ્કિેશન ફોર્મ, ડેકલેરેશન સહિતનો રિપોર્ટ ફોર્મ, માર્કશીટ, ડિગ્રી સહિતના પ્રમાણપત્રોના ચોક્કસ અને અપ ટુ ડેટ ડેટાનો રિપોર્ટ માંગ્યો છે.
બીસીઆઇની વાંરવારની તાકીદ છતાં હજુ સુધી વેરિફ્કિેશન પ્રક્રિયા પૂર્ણ થઇ શકી નથી. ગુજરાત બાર કાઉન્સીલની વેરિફ્કિેશન કમિટીના મેમ્બર અનિલ સી.કેલ્લાએ આ અંગે જણાવ્યું હતું કે, જે સ્ટેટ બાર કાઉન્સીલમાં વકીલોના વેરિફ્કિેશન કે ડેકલેરેશન ફોર્મની પ્રક્રિયા બાકી છે તેવા કિસ્સામાં હવે ઓનલાઇન વેરિફ્કિેશન કરવા બીસીઆઇએ મહત્ત્વના નિર્દેશ જારી કર્યા છે. સાથે સાથે નિયત સમયમર્યાદામાં વેરિફ્કિેશનની પ્રક્રિયા પૂર્ણ કરવા અને વકીલોને તેમના વેરિફ્કિેશન ફોર્મ જમા કરાવી તા.3જી ઓકટોબર સુધીનો રિપોર્ટ બીસીઆઇએ માંગ્યો છે.બાર કાઉન્સીલ ઓફ્ ઇન્ડિયા દ્વારા એવી સ્પષ્ટતા પણ કરાઇ છે કે, 1990 અને 1975 પહેલાના નોંધાયેલા વકીલોની વેરિફ્કિેશન પ્રક્રિયાની કોઇ જરૂરિયાત નથી. ગુજરાત બાર કાઉન્સીલ તરફ્થી 10,922 વકીલોની વેરિફ્કિેશનની પ્રક્રિયા પૂર્ણ કરાઇ છે.