મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા ખાતે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનમાં જોડાયા

Spread the love

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના મતવિસ્તારમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનમાં જોડાયા હતા. સ્વચ્છતા અભિયાન અંતર્ગત મુખ્યમંત્રીશ્રીએ પોતાનું શ્રમદાન આપી જાહેર રસ્તા પર સાફ-સફાઈ કરી હતી.

સ્વચ્છતા અભિયાનમાં મુખ્યમંત્રીશ્રી સાથે મ્યુનિસિપલ કમિશનર શ્રી એમ. થેન્નારસન પણ જોડાયા હતા.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ તકે વૃક્ષારોપણ કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાન ને પગલે આજે 1લી ઓકટોબરે સમગ્ર દેશમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન ‘એક તારીખ, એક કલાક, એક સાથ’ મહાશ્રમદાનના સૂત્ર સાથે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારતના સંકલ્પને સાકાર કરવા સમગ્ર ગુજરાતમાં પણ આજે વિવિધ જાહેર સ્થળોએ સફાઈ અભિયાન યોજાયું હતું. જેના ભાગરૂપે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના પોતાના મતવિસ્તારમાં શ્રમદાન કર્યું હતું.

આ પ્રસંગે ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, કોર્પોરેશનના અધિકારીશ્રીઓ, સ્થાનિક કોર્પોરેટરશ્રીઓ, પદાધિકારીશ્રીઓ તથા મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *