કડી શહેરમાં નાની કડી રોડ ઉપર આવેલ 27 સમાજ સરદાર યુવક મંડળની ઓફિસ ખાતે રક્તદાન શિબિર કેમ્પ અને નીતિન પટેલનો ઋણ સ્વીકાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પ બાદ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં ડી.જે.પટેલ કન્યા વિદ્યાલય ખાતે જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જાહેરસભામાં આયોજકો દ્વારા સૌનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ જોઈ નીતિન પટેલે કહ્યું, ‘અમારા રાજકારણમાં શું હોય છે કે હું એકલો જ આગળ આવું, મારો એકલાનો જ ફોટો પડે, બીજા કોઈને દેખાવા નહીં દેવાના’ એવી પદ્ધતિ હોય, પરંતુ અહિં હું એકલો નહીં પણ બધાને આગળ કરો. જેમાં સાથી કાર્યકરો, સભ્યો, બોલાયેલા બધા મહેમાનો એક-એક જણનું કાર્યકરો દ્વારા સ્વાગત કર્યું. જે બદલ હું તેમને અભિનંદન પાઠવું છું.
રક્તદાન શિબિર કેમ્પ બાદ નાની કડી રોડ ઉપર આવેલ ડી.જે.પટેલ કન્યા વિદ્યાલયના પ્રાર્થના હોલ ખાતે જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, મંચ ઉપર બેઠેલા તમામ આગેવાનો, મહેમાનો, કાર્યકરોનું સ્વાગત કરાયું એટલે બધાને ખબર પડી કે કોણ-કોણ આ કાર્યક્રમમાં આવ્યું છે. એટલે કે બધાને આગળ કરવા. અમારા રાજકારણમાં શું હોય છે કે હું એકલો જ આગળ આવું, મારો એકલાનો જ ફોટો પડે. બીજા બધાને બહુ દેખાવા નહીં દેવાના. પરંતુ અહીં મુકેશભાઈએ હું એકલો નહીં મારા કાર્યકરો, મારા સભ્યો, મારા બોલાયેલા બધા મહેમાનો, એક એક જણનું સ્વાગત કર્યું તે બદલ મુકેશભાઈને સ્ટેજ ઉપરથી અભિનંદન આપું છું.
મોટો માણસ ક્યારે થાય જ્યારે તેની પાછળ કામ કરનાર લોકો હોય, ટેકો આપનારા, મદદ કરનારા લોકો હોય. હું આ કક્ષાએ ત્યારે પહોંચ્યો જ્યારે તમારા જેવા હજારો લોકોએ મદદ કરી, ત્યારે હું અહીંયા પહોંચ્યો છું. વધુમાં તેમણે જણાવ્યું કે, એકબીજાને મદદ કરવી અને ટેકો આપવો તે આપણા સરદાર યુવક મંડળ દ્વારા ડોનેશન કેમ્પ યોજી એકત્રિત કરવામાં આવી છે. 11,000માંથી એક એકનો જીવ બચ્યો હોય તો 11000ના જીવ સરદાર પટેલના નામથી બનેલી સંસ્થાના કારણે બચાવી શક્યા છે.
કડી 27 સમાજ સરદાર યુવક મંડળ દ્વારા નીતિન પટેલનો ઋણ સ્વીકાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 27 સમાજ સરદાર યુવક મંડળ કડી દ્વારા છેલ્લા 10 વર્ષથી નીતિન પટેલના જન્મદિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. જેમાં આ વર્ષે નીતિન પટેલના જન્મદિનને 2500 રક્ત યુનિટ એકત્રિત કરવાનો નિર્ધાર 27 સમાજ સરદાર યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યો હતો, પરંતુ નીતિનભાઈના જન્મદિને 1800થી વધુ રક્ત યુનિટ એકત્રિત કરવામાં આવ્યું હતું. જ્યાં 700 રક્ત યુનિટ ખૂટતા સાદરા રોડ ઉપર આવેલ મેસ્કોટ એસ્ટેટ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફરી રવિવારે 27 સમાજ સરદાર યુવક મંડળની ઓફિસ ખાતે ફરીથી રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં કુલ આ વર્ષે ત્રણ રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરીને 2500થી વધુ રક્ત યુનિટ એકત્રિત કરવામાં આવ્યું છે. નાની કડી રોડ ઉપર આવેલા 27 સમાજ સરદાર યુવક મંડળની ઓફિસ ખાતે રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બાદ નાની કડી રોડ ઉપર આવેલ ડી.જે.પટેલ કન્યા કેળવણી મંડળના પ્રાર્થના હોલ ખાતે જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન વિનોદ પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.
27 સમાજ સરદાર યુવક મંડળના ચીફ અને 27 સમાજના આગેવાન મુકેશ પટેલે જણાવ્યું હતું કે, સરદાર યુવક મંડળની 2006માં સ્થાપના કરવામાં આવેલી તે દરમિયાન નીતિન પટેલને હું મળવા માટે ગયો હતો અને સાહેબને કહ્યું હતું કે સાહેબ અમે એવું વિચાર્યું છે કે સમાજના દરેક યુવક એક જ પ્લેટફોર્મ ઉપર આવી 18થી 50 વર્ષ સુધી ઉંમરના બધા જ મિત્રો સામાજિક રીતે એકબીજાને મદદરૂપ થવા માટે અને આર્થિક રૂપે આરોગ્યની દ્રષ્ટિએ સામાજિક દ્રષ્ટિએ વિકાસલક્ષી કામો કરવા માટે અમે એક સંગઠનની રચના કરવા માટે જઈ રહ્યા છીએ. જ્યાં આપના માર્ગદર્શન અને આશીર્વાદની જરૂર છે. જે બાદ તેમના અનુભવો અને માર્ગદર્શનના આધારે વિચાર કર્યા બાદ સંગઠનની સ્થાપના કરી હતી. ગુજરાત રાજ્યની અંદર આપણે જોયું હશે જે સંસ્થાની પાછળ યુવક મંડળ લાગે તેમાં 80% મંડળો અને સંસ્થાઓ ઉત્સાહભેર સ્થાપના થતી હોય છે અને ટૂંકા સમયની અંદર તેનું બાળ મૃત્યુ થઈ ગયું હોય છે. મને કહેતા આનંદ થાય છે કે આ સંસ્થાને 17 વર્ષ પૂર્ણ થયા છે. સરદાર યુવક મંડળના એકપણ કાર્યક્રમમાં એવું નહીં બન્યું હોય કે નીતિન પટેલ ઉપસ્થિત રહ્યાં ન હોય.
મુકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, 177 રક્ત યુનિટથી રક્ત શિબિરની શરૂઆત કરી હતી અને ત્યારે નાનું બીજ વાવેલું એ અત્યારે વટ વૃક્ષ થયું છે. રક્તદાન તે એવું દાન છે કે વિજ્ઞાનની આટલી શોધ છતાં પણ રક્તની શોધ આજ દિન સુધી કરી શક્યું નથી. સાહેબની જ્યારે અમારી સંસ્થા, સમાજ, તાલુકા, વિકાસલક્ષી બાબતે ખડે પગે ઉભા રહ્યા છે. ત્યારે અમે બધા મિત્રોએ વિચાર્યું સાહેબનો આપણે આભાર માનવા માટે સાહેબ બધાના નેતા છે સાહેબએ બધાની વચ્ચે રહી બધાના પ્રશ્નો સાંભળ્યા છે. તે હેતુ માટે આજે અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું હતું.
કડીના પનોતા પુત્ર અને રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલ ગુજરાત રાજ્યના સર્વાંગી વિકાસના સહભાગી રહ્યા છે. કડીમાં વિકાસના અનેક કામો પરિપૂર્ણ કરી કરીને વિકસિત નગર બનાવનાર અને મહેસાણામાં વિકાસની કેડીને કંડારનાર નીતિન પટેલનો 27 સમાજ સરદાર યુવક મંડળ દ્વારા ઋણ સ્વીકાર કાર્યક્રમનું આયોજન રવિવારના દિવસે કરવામાં આવ્યું હતું. જેમાં ડી.જે પટેલ કન્યા વિદ્યાલયના ચેરમેન જયંતી પટેલ, પ્રમુખ કરશન પટેલ, ધારાસભ્ય કરશન પટેલ સહિત સમાજના આગેવાનો તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા યુવક મંડળના યુવકો સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા.