જંગલો ની કેર રાખવી જરૂરી અહીંયા તમામ ઔષધિ મળી રહે છે લીલાબેન અંકોલિયા

Spread the love

kanya-chatralay-vrux-dali-padi-01 - Morbi Update

છોટાઉદેપુરના ફતેપુરા ખાતે આવેલ સ્વામિનારાયણ હોલ ખાતે આયોજીત 71માં વન મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણીમાં ઉપસ્થિત સૌને સંબોધિત કરતા ગુજરાત રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષા લીલાબેન એકોલિયાએ વૃક્ષોના મહત્વ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, વૃક્ષો આપણને ફળ-ફુલ, છાંયડો તેમજ આયુર્વેદિક ઔષધિઓ આપે છે. વૃક્ષોનું જતન કરવામાં આવશે તો પર્યાવરણીય સમતુલા જાળવી શકાશે. વરસાદ લાવવામાં પણ વૃક્ષો ખૂબ મદદરૂપ થાય છે એમ કહી તેમણે વૃક્ષોનું વાવેતર કરવું ખૂબ જરૂરી છે એમ જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે ઔષધિય ગુણોથી ભરપૂર તુલસીનો છોડ દરેક ઘરના આંગણામાં હોવા જરૂરી છે એમ ઉમેરી વિવિધ વૃક્ષોના ગુણધર્મ અને ઉપયોગ અંગે પણ વિગતે જાણકારી આપી હતી, વધુમાં તેમણે રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના વિકાસ માટે 138 જેટલી યોજનાઓ અમલમાં મુકી હોવાથી ગુજરાતમાં મહિલા સશક્તિકરણ ખૂબ સારું થયું છે એમ જણાવી તેમણે રાજયમાં ચાલતી 270 નારી અદાલતમાં 400 બહેનો નોકરી કરે છે એમ કહી.

રાજ્યના દરેક નાગરિકે એક વૃક્ષ વાવી ઉછેરે એ માટે સંકલ્પબદ્ધ થવા હાકલ કરી હતી છોટાઉદેપુર વન વિભાગ દ્વારા સંસ્થાઓ અને મંડળીઓને વૃક્ષારોપણ માટે રોપાઓનું વિતરણ કરવામાં આવશે એમ જણાવી છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવાએ જંગલ આપણી સંપત્તિ છે એમ કહી જંગલના ફાયદાઓ વિશે વિગતે સમજ આપી જંગલમાંથી મળતા ફળો, અને અન્ય ગૌણ વન પેદાશો રોજગારી તેમજ ઔષધીઓ પુરી પાડે છે એમ જણાવી તેમણે જન્મદિનની ઉજવણી પ્રસંગ વૃક્ષારોપણ કરી ઉજવવા આક્ષન કર્યું હતું.

કાર્યક્રમનું સ્વાગત પ્રવચન કરતા નાયબ વન સંરક્ષક નિલેશભાઇ પંડ્યાએ છોટાઉદેપુર વન વિભાગ દ્વારકિરવામાં આવતી કામગીરીનો ચિતાર રજૂ કરી ચાલુ વર્ષ દરમિયાન વૃક્ષારોપણ માટે કરવામાં આવેલા આયોજનની વિગતે જાણકારી આપી હતી કાર્યક્રમ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર વન વિભાગના અધિકારીઓ કર્મચારીઓને પ્રમાણપત્ર આપીને નવાજવામાં આવ્યા હતા. તેમજ વૃક્ષરથને લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવાયુ હતું. | કાર્યક્રમમાં ધારાસભ્ય મોહનસિંહ રાઠવા, અભેસિહ ભાઈ તડવી, જિલ્લા કલેકટર સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારી મિહિરભાઇ પટેલ, જિલલા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા, જિલ્લા ભાજપ પ્રમુખ જશુભાઇ રાઠવા, મુકેશભાઇ પટેલ, માજી ધારાસભ્યો, વન વિભાગના અધિકારી/કર્મચારીઓ જિલ્લાના અન્ય વરિષ્ઠ અધિકારી અને સંબંધકર્તા ઉપસ્થિત રહયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com