ગુજરાત રાજ્યને જીએસટી હેઠળ માહે સપ્ટેમ્બર-૨૦૨૩ દરમ્યાન ૫,૧૩૩ કરોડની આવક થયેલ છે, જે ગત વર્ષના સપ્ટેમ્બર માસની આવક ૪,૨૪૮ કરતાં ૨૧% વધુ
અમદાવાદ
ગુજરાત રાજ્યને જીએસટી હેઠળ માહે સપ્ટેમ્બર-૨૦૨૩ દરમ્યાન ૫,૧૩૩ કરોડની આવક થયેલ છે, જે ગત વર્ષના સપ્ટેમ્બર માસની આવક ૪,૨૪૮ કરતાં ૨૧% વધુ છે.નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ ના પ્રથમ ૬ માસમાં રાજ્યને જીએસટી હેઠળ કુલ ૬૪૦,૧૨૬ કરોડની આવક થયેલ છે જે ગત વર્ષના સમાન સમયગાળામાં થયેલ આવક કરતાં ૬૬,૧૨૮ કરોડ (૧૮%) વધુ છે.સપ્ટેમ્બર-૨૦૨૩ દરમ્યાન રાજ્યને વેટ હેઠળ ૬ ૨,૭૯૨ કરોડની આવક થયેલ છે.આમ, રાજ્યને સપ્ટેમ્બર-૨૦૨૩ ના માસ દરમ્યાન જીએસટી અને વેટ હેઠળ કુલ ૬ ૭,૯૨૫ કરોડની આવક થયેલ છે. ચાલુ નાણાકીય વર્ષમાં સપ્ટેમ્બર માસ સુધીમાં રાજ્યને જીએસટી અને વેટ હેઠળ કુલ ૬ ૫૭,૦૦૦ કરોડની આવક થયેલ છે, જે રાજ્ય કર વિભાગને ફાળવવામાં આવેલ લક્ષ્યાંકના ૫૪% છે.ચાલુ માસની આવક ૬ ૫,૧૩૩ માંથી રાજ્યને અગાઉના સમયમાં આઇજીએસટી પેટે વધુ મળેલ ૬ ૮૯૬ કરોડ કેન્દ્ર સરકાર દ્વારા સરભર કરવામાં આવેલ છે.