સાઉથ આફ્રિકાના ખેલાડીનો આ અંગે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો
અમદાવાદ
વર્લ્ડકપની શરુઆત 5 ઓક્ટોબરથી શરુ થશે.તે પહેલા ટીમો પ્રેક્ટિસ મેચ રમી રહી છે. સાઉથ આફ્રિકાની ટીમ વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચ 7 ઓક્ટોબરે શ્રીલંકા સાથે રમવા જઈ રહી છે તે અગાઉ સાઉથ આફ્રિકાના ખેલાડીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં સાઉથ આફ્રિકાના ખેલાડીઓમાં આફ્રિકન ખેલાડીઓને તિરુવનંતપુરમ બોલવાનો ટાસ્ક આપવામાં આવ્યો હતો, જે લગભગ તમામ ખેલાડીઓ બોલી શક્યા ન હતા પરંતુ કાગીસો રબાડા, કેશવ મહારાજ અને લુંગી એનગિડી આ ટાસ્કને પૂર્ણ કરવામાં સફળ રહ્યા હતા.આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.સાઉથ આફ્રિકાની ટીમને વર્લ્ડ કપમાં ‘ચોકર્સ’ તરીકે ઓળખવામાં આવે છે. વર્લ્ડ કપમાં 10 ટીમો ભાગ લઈ રહી છે.આ વખતે પણ લીગ તબક્કામાં દરેક ટીમે 9 મેચ રમવાની છે. પ્રથમ મેચ ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે.ફાઇનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદમાં રમાવાની છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ વિડિયો
The South African have arrived in Thiruvananthapuram ! But can they tell anyone where they are? pic.twitter.com/N9LnyVLVH9
— Shashi Tharoor (@ShashiTharoor) October 1, 2023
પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ ચેરમેન રમીઝ રઝાએ કેપ્ટન બાબર આઝમને ફટકાર લગાવી
વર્લ્ડ કપ વોર્મ-અપ મેચમાં મોટો સ્કોર બનાવ્યા બાદ પણ ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાનની હાર બાદ હવે પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ ચેરમેન રમીઝ રઝાએ કેપ્ટન બાબર આઝમને ફટકાર લગાવી છે.રમીઝ રાજાએ ન્યૂઝીલેન્ડ સામેની પ્રેક્ટિસ મેચમાં પાકિસ્તાની ટીમની હાર બાદ કહ્યું હતું કે, “હું સારી રીતે જાણું છું કે ન્યૂઝીલેન્ડ સામેની મેચ માત્ર વોર્મ-અપ માટે હતી પરંતુ જીત કોઈપણ ટીમની જીત છે. ટીમને જીતવાની આદત પાડવી જોઈએ, મારું માનવું છે કે અત્યારે પાકિસ્તાન એવી ટીમ બની ગઈ છે જેને હારવાની આદત પડી ગઈ છે. પાકિસ્તાનની ટીમ એશિયા કપમાં હારી ગઈ હતી અને હવે ટીમ અહીં ફરી હારી ગઇ હતી.વોર્મ-અપ મેચમાં 345 રન બનાવ્યા બાદ પણ ટીમને ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પૂર્વ અધ્યક્ષ રમીઝ રાજા ટીમની આ કારમી હારથી નારાજ છે. તેણે પાકિસ્તાનની ટીમને હાર બાદ હાર સહન કરતી ટીમ ગણાવી હતી. આ હાર બાદ કેપ્ટન બાબર આઝમની ટીમને ઠપકો આપવામાં આવ્યો હતો.