62 વર્ષની મહિલા હેમપ્રભાએ ભગવદ ગીતાના શ્લોકોને રેશમી કપડા પર વણીને તૈયાર કર્યા

Spread the love

શોખ એક એવી વસ્તુ છે, જે વ્યક્તિને કરવા મજબૂર કરે છે. આસામના જોરહાટમાં રહેતી 62 વર્ષની મહિલા હેમપ્રભાએ બાળપણમાં કપડા વણવાનું શીખી લીધું હતું, પરંતુ સમય જતાં તે તેમનો શોખ બની ગયો. જે બાદ તે જ કપડા પર કરામત કરવાનું પણ શીખી લીધુ અને તેમણે એક એવી વસ્તુ બનાવી છે જેની ચર્ચા આજે દરેક જગ્યાએ થઈ રહી છે. વાસ્તવમાં, તેમણે ભગવદ ગીતાના શ્લોકોને રેશમી કપડા પર વણીને તૈયાર કર્યા છે, જેને જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.

emirateslovesindia અને otherground.with.sai એકાઉન્ટ પરથી ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કરવામાં આવેલા આ વીડિયોમાં હેમપ્રભા હેન્ડલૂમ પર કાપડ વણતા જોવા મળે છે. સંસ્કૃત, અંગ્રેજી અને આસામી ભાષાઓમાં ભગવદ્ ગીતાના શ્લોકો કપડા પર દેખાય છે. વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે હેમપ્રભા વીવરમાં કંઈક એવું કરવા માંગતી હતી જે પહેલા કોઈએ કર્યુ ન હોય. તેમણે 2 વર્ષમાં 250 ફૂટ લાંબા કપડા પર સંસ્કૃતમાં ભગવદ્ ગીતા તૈયાર કરી. આ પછી, તેણે કપડા પર આસામી અને અંગ્રેજીમાં ભગવદ ગીતાના શ્લોકો પણ વણ્યા. જો કે, તેમને અંગ્રેજી કેવી રીતે વાંચવું તે આવડતું નથી.

હેમપ્રભાએ કહ્યું, ‘મારી આ પવિત્ર કાર્ય કરવાની ખૂબ ઈચ્છા હતી કારણ કે તે આપણા ધર્મ અને સંસ્કૃતિનો અભિન્ન ભાગ છે. અગાઉ મેં શંકરદેવના ગુણમાળા અને મહાદેવના નામના ઘોસાને રેશમી કપડા પર વણ્યા હતા. જે બાદ તેમણે ભગવદ ગીતાના શ્લોક લખવાનું શરુ કર્યું. આ અંગે હેમપ્રભા કહે છે કે હું ખૂબ જ ખુશ છું કે મારા કામ મ્યુઝિયમમાં સાચવવામાં આવશે.

અગાઉ તેણીએ કપડા પર માધબદેવનું વૈષ્ણવ ગ્રંથ ‘નામ ઘોષ’ વણ્યું હતું. તેણીના ઉત્કૃષ્ટ વણાટ કાર્ય માટે તેણીને ઘણા પુરસ્કારો પ્રાપ્ત થયા છે. જેમાં બાકુલ બોન એવોર્ડ, આઈ કનકલતા એવોર્ડ અને રાજ્ય સરકારના હેન્ડલૂમ એન્ડ ટેક્સટાઈલ એવોર્ડનો સમાવેશ થાય છે.

અત્યાર સુધીમાં લગભગ 70 હજાર લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે અને 25 હજારથી વધુ લોકોએ કમેન્ટ કરી છે. ટિપ્પણી કરનારાઓએ હેમપ્રભાના વખાણ કર્યા છે. એક યુઝરે કહ્યું કે, તેમને નેશનલ એવોર્ડથી સન્માનિત કરવા જોઈએ. અન્ય એક યુઝરે કહ્યું, તેનું નામ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કરવું જોઈએ.

તેણીએ કપડા પર માધબદેવનું વૈષ્ણવ લખાણ ‘નામ ઘોષ’ વણ્યું હતું. તેણીના ઉત્કૃષ્ટ વણાટ કાર્ય માટે તેણીને ઘણા પુરસ્કારો પ્રાપ્ત થયા છે. જેમાં બકુલ બોન એવોર્ડ, આઈ કનક્લતા એવોર્ડ અને રાજ્ય સરકારના હેન્ડલૂમ એન્ડ ટેક્સટાઈલ એવોર્ડનો સમાવેશ થાય છે.

https://www.instagram.com/reel/Cxp_qYhIaXp/?igshid=MWZjMTM2ODFkZg==

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com