વિધવા મહિલાની મિલકતમાં ગોલમાલ કરી તોડ કરવાનું કાવતરું કરનાર નોટરી સહિત 4 સામે ગુનો દાખલ

Spread the love

ગાંધીનગરના પોર ગામની મહિલાના પતિના અવસાન પછી ખોટા દસ્તાવેજો બનાવી કબ્જા વિનાનો બાનાખત કરી તોડ કરવાના કોર્ટમાં દાવો દાખલ કરીને નોટીસ મોકલી આપી કાવતરું રચનાર નોટરી સહિત ચાર ઈસમો વિરુદ્ધ અડાલજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અમદાવાદના ચાંદખેડા જનતાનગરમાં રહેતા મણીબેન દેસાઈનાં પતિ રાયમલભાઈએ પોર ગામની સીમના ખાતા નંબર-1045, જેનો (જુનો સ.નં-1375) વાળી જમીન મહેરાજહુસેન સાબીરહુસૈન ધોધાઇ તથા અન્યો પાસેથી કાયદેસર વેચાણ દસ્તાવેજ કરીને ખરીદી હતી. જેની નોંધ પડતા રેકર્ડ ઉપર મણીબેન, રાયમલભાઇ તથા દીકરો સવજી પ્રત્યક્ષ તથા પરોક્ષ કબ્જો ધરાવે છે. પતિના અવસાન પછી ડિસેમ્બર – 2020 નાં રોજ ભરવાડ નવઘણભાઇ સોડાભાઇએ (રહે.ગોકુળપુરા, સેક્ટર- 14) વકીલ મારફતે મણીબેનને નોટિસ મોકલી આપી હતી.

જેમાં ઉલ્લેખ કરેલો કે, ભરવાડ નવઘણભાઇને તેમના પતિ રાયમલભાઈએ વર્ષ – 2016 માં ઉક્ત જમીન ઉચ્ચક કીમત રૂ. 60.51 લાખમાં વેચાણ આપી હોવાથી 15 દિવસમાં યોગ્ય નિકાલ નહીં લાવો તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ બાબતે મણીબેને કબ્જા વિનાના બાનાખતની તપાસ કરાવતા પતિની સહી ખોટી હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જણાઈ આવ્યું હતું. ઉપરાંત સ્ટેમ્પ પણ બારોબાર રાયમલભાઈના નામે લઈને બાનાખતમાં ઓળખનાં પુરાવા પણ નહોતા. અને નોટરી અજીત જેઠાલાલ શાસ્ત્રી (રહે. સૌંદર્ય-444, એફ/104,સરગાસણ) વિરુધ્ધ પણ ખોટા દસ્તાવેજો બનાવવા બાબતેના ગુના નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું હતું.

એમાંય ઉક્ત ખોટા દસ્તાવેજની અવેજમાં એકપણ રૂપિયો ચેકથી ચૂકવાયો ન હતો. તેમ છતાં નવઘણ ભરવાડે ખોટા બાનાખત કરાર આધારે ગાંધીનગર કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. આ મામલે કલેક્ટરની સીટમાં કરેલી અરજીની તપાસના અંતે ખોટા બાનાખતના આધારે તોડ કરવાના ઈરાદે સમગ્ર કાવતરું રચનામાં આવ્યું હોવાનું ખુલ્યું હતું. જેનાં પગલે નવઘણ ભરવાડ, મનુ ગેલાભાઇ બાંમ્ભા રહે. બ્લોક નંબર-18/9, સેક્ટર-25, જીઆઇડીસી., ગેલાભાઇ રણછોડભાઇ ભરવાડ (રહે, સેક્ટર-14, ગોકુલપુરા) તેમજ નોટરી અજીત જેઠાલાલ શાસ્ત્રી (એ .જે.શાસ્ત્રી) વિરુદ્ધ અડાલજ પોલીસ મથકમાં આઈપીસી કલમ 465,467, 468,471, 120B હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com