ભારત જેવા વિકસતા દેશોમાં ભિખારીઓની વધતી જતી સંખ્યા મોટી સમસ્યા બની રહી છે. ભારતના લગભગ તમામ રાજ્યોમાં ભિખારીઓ જોવા મળે છે. તમને જાણીને નવાઈ લાગશે કે પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ ભિખારીઓ જોવા મળે છે.
ભારતમાં ભિખારીઓની સંખ્યા ઘણી વધારે છે અને મોટા શહેરોમાં તમને રેડ લાઇટ કે મોલની બહાર ઘણા ભિખારીઓ જોવા મળે છે.
તમને જાણીને આશ્ચર્ય થશે કે વિશ્વગુરૂ બનવાના સપના જોઈ રહેલા ભારતમાં 4 લાખથી વધુ લોકો ભીખ માંગીને પોતાનું ઘર ચલાવી રહ્યા છે.આ સરકારી આંકડા છે, હકિકત આંકડા તો આનાથી ઘણા વધારે છે.
સરકાર દ્વારા આપવામાં આવેલા આંકડા અનુસાર, પશ્ચિમ બંગાળ એવું રાજ્ય છે જ્યાં સૌથી વધુ લોકો ભીખ માંગે છે. રાજ્યમાં આવા લોકોની સંખ્યા 81 હજારથી વધુ હોવાનું કહેવાય છે.
આંકડા અનુસાર, દેશમાં કુલ 4 લાખ 13 હજાર ભિખારીઓ છે, જેમાં બે લાખથી વધુ પુરુષો અને લગભગ બે લાખ મહિલાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બાળકોને પણ ભીખ માંગવા કામે લગાડવામાં આવે છે.
પશ્ચિમ બંગાળ પછી ઉત્તર પ્રદેશ આવે છે, જ્યાં 65 હજારથી વધુ ભિખારીઓ છે. આ પછી આંધ્રપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન આવે છે. ચંદીગઢમાં માત્ર 121 ભિખારીઓ છે
જો આપણે દેશમાં સૌથી ઓછા ભિખારીઓ લક્ષદ્વીપમાં છે અને અહીં માત્ર બે ભિખારી છે. આ સિવાય દાદર નગર હવેલીમાં 19 અને દમણ-દીવમાં 22 ભિખારીઓ છે. જો કે હાલની સ્થિતીએ આ સંખ્યામાં વધારો અથવા ઘટાડો થઈ શકે છે. સરકારે 2011 માં કરવામાં આવેલી વસ્તી ગણતરીના આધારે આ આંકડા આપ્યા હતા.