પંજાબના જલંધરમાં કાનપુરમાં એક પિતાએ તેની 3 દીકરીઓની હત્યા કરી નાખતા સનસની મચી હતી. પોલીસે થોડા કલાકોમાં જ આ કેસ ઉકેલી નાખ્યો હતો. આ ત્રણેય બહેનોની હત્યા તેમના પિતા સુનિલ મંડલે કરી હતી.
સવારે ટ્રંકમાંથી લાશ મળી આવતા પોલીસે તેને કસ્ટડીમાં લીધો હતો. સુનિલ મંડલે પોલીસ કસ્ટડીમાં પૂછપરછ દરમિયાન ગુનો કબૂલી લેતા કહ્યું હતું કે ગરીબીના કારણે તેણે પોતાની પુત્રીઓ અમૃતા કુમારી (9), કંચન કુમારી (7) અને વાસુ (3)ની હત્યા કરી હતી. બીજા બે છોકરા છે.
આરોપી પિતા શરુઆતમાં બોલ્યો કે જ્યારે તે રાત્રે 8 વાગ્યે ઘેર આવ્યો ત્યારે છોકરીઓ ગુમ હતી. રાતે શોધ પણ કરી જોકે ન મળી, ત્યારબાદ તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તે સવારે 8 થી સાંજના 8 વાગ્યા સુધી કામ પર ગયો હતો. રાત્રે પોલીસ પણ ઘટના સ્થળે આવી ગઇ હતી અને વિસ્તારના લોકો સાથે શોધખોળ કરી હતી, પરંતુ કોઇ મળી આવ્યું ન હતું.
સુનિલને દારુ પીવાની ટેવ છે. લોકોએ જણાવ્યું હતું કે સુનીલ મંડલ તેના પરિવારમાં અવારનવાર ઝઘડો કરતો હતો અને તેમને માર મારતો હતો. સવારે લોકોએ આરોપીને એક ટ્રંક ખેંચતા જોયો. લોકોએ જોયું કે ત્રણેય બાળકીઓના મૃતદેહ પડેલા છે. ત્યારબાદ તેણે પોલીસને જાણ કરી હતી. એસએસપી દેહાત મુખવિંદરસિંહે જણાવ્યું હતું કે ત્રણેય બહેનોના શરીર પર કોઈ હુમલાના નિશાન મળ્યા નથી. પોલીસે મેડિકલ બોર્ડમાંથી ત્રણેયનું પોસ્ટમોર્ટમ કરાવી રહી છે. બોર્ડ દ્વારા મોતનું કારણ જાણવા માટે મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે. આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.