કાયદો, ન્યાય, નિયમો ,આદેશો ધમકીઓ તમામ નાના વર્ગ અને મધ્યમ વર્ગ માટેની ગુડા ની પોલીસી
વાંચતા રહો માનવમિત્ર ૪ એપિસોડ મંગળવારથી શુક્રવાર સુધી
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગુજરાત સરકારે લાખો લોકોનું સપનું જે શહેરમાં રહેવાનું હતું ,તે ગરીબ અને મધ્યમ વર્ગનું સાકાર કર્યું અને પોષ જેવા વિસ્તારોમાં મકાનો બનાવ્યા, ત્યારે દરેક શહેરમાં અર્બન ડેવલપમેન્ટ ની સ્થાપના કરવામાં આવી છે,ત્યારે રાજકોટ હોય તો રૂડા ,જામનગર- જુડા, વડોદરા વુડા સુરત- સુડા, અમદાવાદ ઔડા તેમ ગાંધીનગરનું ગુડા નું નામ આપવામાં આવ્યું છે, ત્યારે ગુડા દ્વારા બાર વર્ષ પહેલા બનાવેલા મકાનો જેમાં રાયસણ, ચિલોડા ,અડાલજ ત્યાં બનાવવામાં આવ્યા હતા ,ત્યારે રાયસણ, ચિલોડા ,અડાલજ અને ત્યાં બનાવેલા મકાનોની અવધી 10 વર્ષ ગણવામાં આવી હતી, દસ વર્ષ સુધી કોઈ મકાન માલિક જેને લાગ્યું હોય તે ભાડે તથા વેચાણ આપી શકે નહીં, ત્યારબાદ ૧૦ વર્ષ પછી દસ્તાવેજ મકાનના થઈ ગયા અને પછી હવે ગુડા નવું લાવી કે દસ્તાવેજ થાય પછીના 10 વર્ષ ગણવા, ત્યારે શું ગુડા ના બાપની પેઢી છે ,તેવું લોકો કહી રહ્યા છે, ત્યારે ગુડા ગોદી બનીને બિલ્ડરોના ખોળામાં બેસી ગયું છે ,ગુડા અત્યારે જોવા જઈએ તો બિલ્ડરોની દલાલી કરે છે, ત્યારે ગુડાના મકાનો દસ વર્ષ વીત્યા બાદ દસ્તાવેજ પછીના 10 વર્ષ ગણવાનું કારણ ફક્ત ને ફક્ત બિલ્ડરોના લાભાર્થે, બિલ્ડરોનો માલ વેચાય તે પ્રમાણેની તીકડમ અને સેટિંગ ડોટ કોમ છે.
મહાનગરપાલિકા દ્વારા ગુડા નો મોટા ભાગનો કબજો લઈ લેવામાં આવ્યો છે, ત્યારે ભાડુંઆતો થી લઈને હવે 10 વર્ષ દસ્તાવેજના નાટક કરીને ક્યાંથી પૈસા એઠી શકાય તે પ્રમાણેની સ્કીમ ગુડાની છે ,ત્યારે ગુડા કે ગુંડારાજ તે લોકો કહી રહ્યા છે, પ્રજાને પૂછો કે રાયસણ, અડાલજ ,ચિલોડા બનાવેલા મકાનો રહેવા લાયક છે ,ખરા? લોકોને ઘરમાં પાણી પડે છે , AV ફીટ કરાવે તો પાવર ખેંચી ન શકે તેવું તકલાદી વાયરીંગ આજે હજારો લોકોની ફરિયાદોના ઠોકડા મેન્ટેનન્સના જામેલા છે, પણ કોઈ ગુડા રીપેરીંગ કરતું નથી, 10 વર્ષના ગાળામાં રીપેરીંગ કામ કેટલા કર્યા ,તેની માહિતી ગુડા આપે
વધુમાં ગુડા દ્વારા જે પ્રોજેક્ટ લાવવામાં આવ્યા તે મોટાભાગના ફેલ ગયા છે, તેમાં વાવોલ થી લઈને કુડાસણ, ચિલોડા ,નાની દુકાનો બનાવી હતી, તેમાં ઘણી ધ્વસ્ત થઈ ગઈ છે, નામ બડે દર્શન ખોટે જેવો ઘાટ ગુડાનો છે, અત્યારે સરકારે બીજા નવા મકાનો બનાવવાની મંજૂરી આપી હોવા છતાં ગુડા દ્વારા 2 BHK કે કેમ બંધ કર્યા? કોના લાભાર્થે ? ગુડા દ્વારા 1BHK સરકારે હુકમ કર્યા એટલે કરી રહી છે, બાકી “ગોદી ગુડા” બિલ્ડરોના ગોદમાં બેસી ગયેલી ગુડા ,ત્યારે દસ વર્ષ પૂર્ણ થયા બાદ દસ્તાવે થયા પછીના 10 વર્ષ ગણવા તે કયા અધિકારીના મગજની ઉપજ છે , હવે ગુડા પાછું નવું લાવ્યું કે જેમના ઘરો બંધ હાલતમાં છે, રહેતા નથી, તો તે મકાનોને સીલ મારવામાં આવશે, તો શું ગુડાના બાપની પેઢી છે, ગુડા ને પૈસા કે જે પણ નાણા ભરી દીધા, 10 વર્ષ થઈ ગયા અને ગુડા નવા તઘલખી નિર્ણયો કરે તો ગુડા દ્વારા જે પ્લોટો ભાડે આપ્યા છે ,તેમાં રોજબરો જે આશયથી આપ્યા હતા તેમાં શરત ભંગ થયો છે, ગુડા દ્વારા કુડાસણ ખાતે એક કંપનીને જે જગ્યા પાડયા આપી હતી ,તેણે મોલ બનાવીને ખડકી દીધો, ત્યાં ગુડા મુજરો કરી રહી છે ,કેમ તોડી નાખવામાં નથી આવતા, ૬ મહિનાનો સમય ફરી કેમ આપ્યો? બાકી લેતી દેતી થી લઈને મોટી અનેક વાતો ચર્ચામાં છે ,ત્યારે ગુડાની રાયસણનો હોલ તથા ગુડાનો કુડાસણ ખાતે નો જે પર્પઝથી જગ્યા આપીને બિલ્ડરે મોલ ખડકી દઈને કરોડો કમાઈ રહ્યા છે, ત્યાં ગુડા મુજરો કરીને બિલ્ડરોના ખોળામાં બેસી ગઈ છે
ક્રમશ….. વાંચતા રહો માનવ મિત્ર
Box
ગુડા દ્વારા નાના, મધ્યમ વર્ગને હેરાન કરવા અને બિલ્ડરોના લાભાર્થે કોઈ મકાન 10 વર્ષ બાદ ભાડે તથા વેચી ના શકે તે માટે દસ વર્ષ પછી દસ્તાવેજ કર્યાના દસ વર્ષ ગણવા ,તેઓ તઘલખી નિર્ણયથી ગુડાના રહીશોમાં રોષ
ગુડાના રાયસણ, અડાલજ,ચિલોડા ના મકાનો કન્ડમ, રીપેરીંગ થી લઈને મેન્ટેનન્સ સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી, વાવોલ ખાતે બનાવેલ વિવેકાનંદ માર્કેટ ધ્વસ્ત,કુડાસણની દુકાનોમાં કબાડીયો ફરી રહ્યા છે
ગુડા એટલે બિલ્ડરોની ગોદી ,બિલ્ડરોના ખોળામાં બેસીને બિલ્ડરોના ફાયદામાં નવા કાઢતી કાયદા