“સ્વચ્છતા સે હી સેવા” કાર્યક્રમ અંતર્ગત “પ્લાસ્ટિક મુક્ત ભારત” અભિયાનને ટેકો આપવા માટે “કપડાની બનેલી થેલી મફતમાં વિતરણ” નો અભિયાન પ્રારંભ કરવામાં આવ્યો તથા પ્લાસ્ટિકના બદલામાં વપરાતી વસ્તુઓ વિશે જાગૃતિ ફેલાવવા માટે કાર્યક્રમ ભાજપ ગુજરાત અગ્રણી શ્રી કે સી પટેલ, મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન સ્ટેન્ડિંગના ચેરમેન દેવાંગ ભાઈ દાણી ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર એચ જી કોશિયા દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો.
પૂજ્ય મહાત્મા ગાંધી જયંતી ઉપર “શ્રમિકો નો સન્માન” કરવા માટે સફાઈ કર્મચારીઓ તથા ખાણીપીણીના માં કામ કરતાં શ્રમિકોનું ઉચિત સન્માન કરવામાં આવ્યું .
અનાજનું બગાડ અટકે તેના માટે “અન્ન નો આદર કરો” અભિયાન અંતર્ગત લોકો થાળીમાં એઠું છોડે નહીં તેને પ્રોત્સાહન આપવા #સેલ્ફી વિથ કીલન ડીશ” અભિયાન પ્રારંભ કરવામાં આવ્યું.
ખાણીપીણી ના વેપારીઓમાં સ્વસ્થ હરીફાઈ ઊભી કરી ને સારો આરોગ્યપ્રદ ઉત્તમ કવોલીટીનો ભોજન અને ખાણીપીણીની વસ્તુઓ પીરસશે તેના માટે પ્રોત્સાહિત કરવા તેઓને “એવોર્ડ આપી સન્માનીત કરવામાં આવ્યા”
અંતરાષ્ટ્રીય “શ્રી અન્ન વર્ષ” વર્ષ ને વેગ આપવા માટે શ્રી અન્ન દ્વારા બનેલી વાનગીઓ ને પ્રમોટ કરવા તેનો વપરાશ વધે તેના માટેના કાર્યક્રમો આયોજન કરવામાં આવશે.
આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીજીના જન્મદિવસ “સેવા પખવાડા”નિમિત્તે આગામી દિવાળીના તહેવારોમાં “મોદીજીના સંદેશને ઘરે ઘરે પહોંચાડવા માટે મીઠાઈના લાખો બોક્ષો પર “મોદીજીના સંદેશ વાળા સ્ટીકર” લગાવવાનું અભિયાન પ્રારંભ કરવામાં આવ્યું
અમદાવાદ
અમદાવાદ આહાર ના ચેરમેન શ્રી નરેન્દ્ર પુરોહિત જણાવે છે કે બીજી ઓક્ટોબર ગાંધી જયંતીના પવિત્ર દિવસે AMA અમદાવાદ ખાતે અમદાવાદ શહેરના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન,ગુજરાત સરકારના ફૂડ એન્ડ ટ્રક્સ કમિશનર શ્રી એચ.જી કોશિયા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગભાઈ ધાણી, અમદાવાદ શહેરના હેલ્થ ઓફિસર શ્રી કેતનભાઈ મહેતા, શ્રી અનિલ ભાઈ મૂલચંદાની હોટલ રેસ્ટોરન્ટ એસોસિએશન પ્રમુખ, કેટરર્સ એસોસિએશન ના પ્રમુખ શ્રી ભવાનીભાઈ, નમકીન એસોસીના પ્રમુખશ્રી ઈન્દ્રસિંહ ભાટી, બેકરી એસોસિએશન ના અગ્રણી શ્રી જેન્યુઅલ ભાઇ,મીઠાઈના નમકીન, ડેરી, રેસ્ટોરન્ટ ,કેટરર્સ, બેકરી ,જેવા ખાણી પીણી ના અગ્રણી વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા,
ખાણીપીણી ના વ્યાપારીઓની ઉપસ્થિતિમાં એક વિશાળ સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે તેમાં ફૂડ સેફટી કમિશનર શ્રી દ્વારા “આવનારા તહેવારોમાં રાખવાની સાવચેતી” વિષય ઉપર દિશાનિર્દેશ આપવામાં આવ્યુ, લોકોની સુખાકારી જળવાઈ રહે, ઉત્તમ સ્વાસ્થ્યપ્રદ, પૌષ્ટિક આહાર ખાનપાનની વસ્તુઓ લોકોને મળે તેના માટે વેપારીઓને સમજણ આપવા માં આવી, શ્રી અનિલભાઈ મૂલચંદાની જે ખાદક્ષેત્રના એક્સપર્ટ છે તેઓના દ્વારા ખાણીપીણી ના વેપારીઓને વધુ ઉત્તમ વેપાર કરવા માટેના નિશાન નિર્દેશ આપવામાં આવ્યું.
પૂજ્ય મહાત્મા ગાંધીજીના જન્મ જયંતી નિમિત્તે તેઓને સાચી શ્રદ્ધાંજલિ આપવા સ્વચ્છાંજલિ કાર્યક્રમ અંતર્ગત “પ્લાસ્ટિક મુક્ત ભારત ” અભિયાનને ટેકો આપવા માટે કાપડની બનેલી થેલીઓ મફતનો પ્રારંભ કરવામાં આવ્યું, તથા પ્લાસ્ટિકની જગ્યા પર બીજી વસ્તુઓ નું પણ વપરાશ થાય તેનું પ્રારંભ કરવામાં આવ્યું .
વેપારીઓમાં સ્વસ્થ હરિફાઈ ઊભી કરી લોકોને ઉત્તમ ખાદ સામગ્રી ઉપલબ્ધ થાય તેના માટે વેપારીને પ્રોત્સાહિત કરવા વિવિધ શ્રેણી માં “એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા.”
ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર શ્રી એસ.જી કોશિયા સાહેબે વેપારીઓ દ્વારા ઉપસ્થિત પ્રશ્નોનું નિરાકરણ આપ્યું, આગામી ત્યારે તહેવારોમાં લોકોને ઉત્તમ સ્વાસ્થ્ય ભોજન મળી રહે તેના માટે માર્ગદર્શન પણ આપ્યું.
આપ ખાણીપીણીના વેપારીઓ ના હાથમાં શહેરની સુખાકારી છે માટે આપ સૌ લોકોને સારામાં સારું ભોજન પીરશો જ છો પણ તહેવારોમાં વધુ ધ્યાન આપીને સારામાં સારું અને વ્યાજબી ભાવે ખાણીપીણીને વસ્તુઓ બનાવીને વેચો તેવી હું અપીલ કરું છું આપના કોઈપણ પ્રશ્નોના નિરાકરણ માટે અમો તત્પર છીએ, સરકારની યોજનાઓના લાભ આપ વધુ વધુ લો-મેયર શ્રી પ્રતીભા બેન જૈન
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ શ્રમિકો નાના વેપારીઓ ના કલ્યાણ માટે શ્રમિક કલ્યાણ યોજના આયુષ્માન યોજના પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના જેવી ઘણી યોજના બને છે તેનો લાભ લઈને શ્રમિકોના કલ્યાણ માટે આપણે કાર્ય કરવાનું છે-શ્રી કે સી પટેલ
આવનારા તહેવારોમાં ખાણીપીણી ના વેપારીઓ વધુ સ્વસ્થ અને સારું કામ કરી શકે તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હેલ્થ ચેકઅપ નુ આયોજન કરવામાં આવશે અને શ્રમિકોના ટ્રેનિંગના કાર્યક્રમો તેઓને ગલોઝ હાથના મોજા વિગેરે આપીને જાગૃતિ લવવાનો કાર્યક્રમ યોજવામાં આવશે.-દેવાંગ ભાઈદાણી ચેરમેન શ્રી સ્ટેન્ડિંગ કમિટી
ગુજરાત ભરના દરેક ખાણીપીણીના વેપારીઓ પૂરી સ્વચ્છતા અને કુશળતાપૂર્વક નિષ્ઠા અને પ્રમાણિતતાથી વેપાર કરીને લોકોની સુખાકારી માટે સતત જાગ્રત રહે છે કોઈપણ વેપારીને સરકારી નિયમોનું પાલન કરવું જોઈએ તથા આપના કોઈપણ પ્રશ્નો હોય તો તેનું ઉચિત પ્લેટફોર્મ પર રજૂઆત કરવાથી તેનું નિરાકરણ જરૂર થશે, જો આપને કોઈ વેપારમાં કોઈ પ્રશ્ન હોય તો આપ આહાર સમક્ષ મૂકશો તો તેના માટે આહાર યોગ્ય સ્થાને રજૂઆત કરી નિરાકરણ કરવાનું ભરચક પ્રયત્ન કરાશે, કોઈ પણ વેપારીને ખોટી રીતે પરેશાન નહીં થવા દેવામાં આવે.