રાયોટિંગ વિથ મર્ડરનાં પ્રયાસના ગુનામાં પોલીસને ચકમો આપીને નાસી જનાર આરોપી સહિત પાંચ જણાંની ગેંગની દહેગામ પોલીસ દ્વારા મુંબઈથી ધરપકડ

Spread the love

દહેગામના ગણેશ પંડાલમાં કાર પાર્ક કરવાના મુદ્દે બે જુથો વચ્ચે સશસ્ત્ર ધિંગાણું ખેલવા મામલે દહેગામ પોલીસે બંને જુથોનાં કુલ 19 આરોપીઓ વિરુદ્ધ રાયોટિંગ, વાહનોમાં તોડફોડ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડનો સિલસિલો શરૂ કર્યો હતો. પણ એક આરોપી સિવિલમાંથી નાસી ગયો હતો. ત્યારે રાયોટિંગ વિથ મર્ડરનાં પ્રયાસના ગુનામાં પોલીસને ચકમો આપીને નાસી જનાર આરોપી સહિત પાંચ જણાંની ગેંગને દહેગામ પોલીસ દ્વારા મુંબઈથી ધરપકડ કરી લેવામાં આવી છે.

દહેગામના સરદાર ચોકમાં ગણેશ મહોત્સવ દરમ્યાન કાર પાર્ક કરવા જેવી નજીવી બાબતે બે જુથ ઘાતક હથિયારો સાથે એકબીજા ઉપર તૂટી પડતાં સ્થાનિકોમાં નાસભાગ મચી ગઈ હતી. બન્ને જુથોએ સશસ્ત્ર યુદ્ધ ખેલીને વાહનોમાં પણ તોડફોડ કરી હતી. જેનાં કારણે દહેગામમાં તંગદિલી છવાઈ ગઈ હતી.

એમાંય એક જુથના બુટલેગર દંપતીનાં સગીર વયના દીકરાએ તો સામેના જુથના લોકોને કચડી નાખવાના ઈરાદે ફોર્ચ્યુનર કાર ગણેશ પંડાલમાં ઘુસાડી દેતા નાસભાગ મચી ગઈ હતી અને સગીરે કાર આડા અવળી હંકારીને મંડપ પણ જમીનદોસ્ત કરી દીધો હતો. બનાવની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. અને સ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો.

બાદમાં બંને જુથના 19 લોકો સામે વિરુદ્ધ રાયોટિંગ, વાહનોમાં તોડફોડ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આ ધિંગાણાંમાં પાંચ આરોપીઓને ઈજાગ્રસ્ત થયા હતાં. જે પૈકી ઈજાગ્રસ્ત જીગર લક્ષ્મણભાઈ રાઠોડનાં જુથ વિરુદ્ધ રાયોટિંગ વિથ મર્ડરનાં પ્રયાસનો ગુનો નોંધાયો હતો. જોકે, જીગર રાઠોડ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન પોલીસને ચકમો આપીને નાસી ગયો હતો. જેનાં વિરુદ્ધ વધુ એક ગુનો નોંધી દહેગામ પીઆઈ બી બી ગોયલે અલગ અલગ ટીમોને ચારે દિશામાં એક્ટિવ કરી હતી. બીજી તરફ બાતમી મળી હતી કે, જીગર અન્ય આરોપીઓ સાથે મુંબઈમાં જઈને છુપાઈ ગયો છે. જેનાં પગલે પોલીસની એક ટીમે મુંબઈ જઈને જીગર રાઠોડ, દિલીપસિંહ રતનસિંહ પરમાર, તિલક રણછોડ રાઠોડ, અશ્વિન પ્રવીણભાઈ જોશી અને પ્રથમ પરસોતમ રાઠોડની ધરપકડ કરી લીધી છે.

આ અગાઉ પણ જીગર રાઠોડ વિરુદ્ધ દહેગામ અને ઈન્ફોસિટી પોલીસ મથકમાં હત્યાનો પ્રયાસ, છેતરપિંડી, લૂંટ જેવા ગંભીર ગુના નોંધાયેલા છે. જેની પાસામાં પણ ધરપકડ કરાઈ હતી. જ્યારે અશ્વિન અને દિલીપસિંહ વિરુદ્ધ જુગાર ધારા અને પ્રથમ રાઠોડ વિરુદ્ધ મારામારીનાં પણ ગુના નોંધાયેલા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com