તંત્રએ અંબાજી મંદિરના મહાપ્રસાદમાં ભેળસેળ કરનારી એજન્સીને બ્લેકલિસ્ટ કરીને જ સંતોષ માન્યો

Spread the love

કહેવત છે કે ચોર પણ એકઘર બાકી મૂકતા હોય છે. પણ ભેળસેળ માફિયાઓ તો આ પણ બાકી રાખવા માંગતા નથી. ભેળસેળ માફિયા હવે લોકોની આસ્થાના સ્થળો સુધી પણ પહોંચી ગયા છે. અંબાજી મંદિર હવે આ ભેળસેળ માફિયાઓના કબ્જામાં છે. લોકોની આસ્થા સાથે રમત રમતાં હોય તેમ આ ભેળસેળ માફિયાઓએ અંબાજી મંદિર પર કબ્જો જમાવ્યો છે. કુંભકણની નિંદ્રામાં ઘોરેલા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના તંત્રના પ્રતાપે ભેળસેળ માફિયાઓ લોકોની આસ્થા સુધી પહોંચી ગયા છે.

તેઓએ લોકોની આસ્થાને પણ લક્ષ્‍યાંક બનાવી છે. તંત્રએ અંબાજી મંદિરના મહાપ્રસાદમાં ભેળસેળ કરનારી એજન્સીને બ્લેકલિસ્ટ કરીને જ સંતોષ માન્યો છે.

યાદ કરો ગુજરાતમાં ફક્ત અંબાજી જ નહી આવા કેટલાય યાત્રાધામ છે અને ત્યાં શ્રદ્ધાના નામે કોઈ સવાલ પણ પૂછી શકતું નથી. આ બધા જ સ્થળોએ શું નહીં ચાલતુ હોય, પરંતુ બધે જ શ્રદ્ધાના નામે લોકોને ચૂપ કરી દેવાય છે. શું અંબાજીના બનાવથી જાગેલું તંત્ર દરેક પૂજાના સ્થળે ઉપયોગમાં લેવાતા ખાદ્યપદાર્થોની ચકાસણી કરશે. તંત્રની આ જ નીંભરતાના લીધે ભેળસેળ માફિયાઓ છેક મંદિર સુધી પહોંચી ગયા છે. રોગ અને શત્રુને ઉગતા ડામવામાં ન આવે તો તે ક્યાં સુધી પહોંચી શકે છે તેનો આ ઉત્તમ પુરાવો છે. હવે જો મા અંબાના પ્રસાદમાં ઉપયોગમાં લેવાતા મોહનથાળ સુધી ભેળસેળ પહોંચી જતી હોય તો પછી બીજે બધા ચાલતી મીઠાઇની દુકાનોથી લઈને રેસ્ટોરા સુધી સ્થિતિ કેવી હોઈ શકે તે લોકોએ જ સમજી લેવું જોઈએ.

તત્રએ ફક્ત કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરીને જ સંતોષ માન્યો છે. પણ શું મહાપ્રસાદમાં ઉપયોગમાં લેવામાં આવતું ઘી લોકોની આસ્થા સાથે રમાતી રમત નથી. તેની સામે તો લોકોની આસ્થા સાથે રમત રમવાની કાર્યવાહી કેમ ન કરી શકાય. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં 45 લાખથી પણ વધુ યાત્રાળુઓ આવ્યા હતા, તે બધાને નકલી ઘીમાં બનેલો મહાપ્રસાદ આપવામાં આવ્યો છે. મોહિની કેટરર્સ એજન્સીના ઘીના સેમ્પલ ફેઇલ થયા છે.

અંબાજીના ભાદરવી પૂનમના મેળામાં 45 લાખથી પણ વધુ યાત્રાળુઓ આવ્યા હતા, પણ યાત્રાધામ અંબાજીમાં મોહનથાળ બનાવતી મોહિની કેટરર્સ એજન્સીના ઘીના સેમ્પલ ફેઇલ થયા છે. હવે સવાલ એ છે કે દર વર્ષ તંત્ર ચકાસણી કરતું નથી કે પછી આ જ વર્ષે ચકાસણી કરી. આટલા વર્ષોથી શું લોકોએ નકલી ઘીમાં બનેલો જ મહાપ્રસાદ ખાધો. ગુજરાત તો જાણે નકલી બનાવટોનું કેન્દ્ર બની ગયું લાગે છે. ભેળસેળવાળુ ઘી, બનાવટી પનીર, બનાવટી માખણ આ બધુ મંડાયું છે શું. શું ફૂડ વિભાગના અધિકારીઓ કયાં-ક્યાં ઘોરી રહ્યા છે. ફૂડ વિભાગની આ કુંભકણ નિંદ્રાના લીધે ભેળસેળ માફિયાઓ હવે લોકોની આસ્થાના સ્થળો સુધી પહોંચી ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com